ગોધરાના નવલસિંહ મુવાડી ગામે બાઈક સ્લિપ ખાઈ જતાં ચાલકનુ મોત

ગોધરા તાલુકાના નવલસિંહની મુવાડી ગામે બાઈક ચાલકે પોતાનુ વાહન પુરઝડતે હંકારી લાવી રોડ ઉપર સ્લિપ ખવડાવી દેતા શરીરે ઈજાઓ પહોંચી હતી જેથી સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના નવલ સિંહની મુવાડી ગામે રોડ ઉપરથી બાઈક નં.જીજે-20-બીએફ-6551 (ઉ.વ.28, ચેનપુર, દે.બારીઆ)પોતાનુ બાઈક પુરઝડપે હંકારી લાવી રોડ ઉપર સ્લિપ ખવડાવી દેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.