એક તરફ પર્યાવરણને બચાવવા સરકાર દ્વારા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે ત્યાં વિકાસના ભોગે પર્યાવરણનુ નિકંદન પણ કરવામાં આવી રહ્યુ છે. ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે હાલ અમૃત ભારત રેલ્વે સ્ટેશન ચાલતી અંતર્ગત સ્ટેશન ખાતે ઠેર ઠેર બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે. જેમાં નડતરરૂપ અગાઉ અને અત્યારે અનેક ધટાદાર વૃક્ષોનુ રેલ્વે તંત્ર દ્વારા નિકંદન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે રેલ્વે તંત્ર દ્વારા વૃક્ષો જર્જરિત થઈ જવા પામેલ હતા. એટલે હટાવવાની ફરજ પડી છે તેવો લુલો બચાવ કરવામાં આવેલ હતો.ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે પાર્કિંગ સ્ટેન્ડ પાસે હાલ રેલ્વે તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે. કામગીરીના સ્થળની આસપાસ અનેક ધટાદાર વૃક્ષો હટાવવામાં આવ્યા હતા. જે તે સ્થળ પર મુસાફરોને બેસવા માટે બાંકડા તેમજ અન્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેવુ રેલ્વે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.