સીંગવડ તાલુકાના છાપરવડના બારીયા ફળિયામાં રહેતા શૈલેષભાઈ ભેમાભાઈ બારીયાને ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી આઈબીએલ ફાયનાન્સ ઓફિસમાં પ્રેમભાઈ વડવાણીએ આરબીએલ ફાયનાન્સની ઓળખ આપીને લોન કરાવી આપવાનુ જણાવીને વિશ્વાસમાં લીધા હતા. જે બાદ શૈલેષભાઈની જાણ બહાર તા.1 ફેબ્રુ.થી 3 સપ્ટે.સુધીના સમયગાળા દરમિયાન તેઓના નામનુ આઈડીએફસી બેંકમાં ખાતુ ખોલાવીને બેંક પાસબુક, ચેકબુક, એટીએમ, કે અન્ય કોઈ જ કાગળો આપ્યા ન હતા. તેમજ શૈલેષભાઈના નામે એલ એન્ડ ટી ફાયનાન્સમાંથી રૂ.9.80 લાખની લોન કરી હતી. જે પૈકી રૂ.3.80 લાખ રોકડા શૈલેષભભાઈને આપ્યા હતા. જયારે બીજા રૂ.6 લાખ શૈલેષભાઈની જાણ બહાર તેઓના ખાતામાંથી ઉપાડી લઈને વિશ્વાસ ધાત છેતરપિંડી કરી હતી. ધટનાની જાણ થતાં શૈલેષભાઈએ પ્રેમભાઈ વડવાણી સામે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.