મહીસાગર જીલ્લામાં છેડતીના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી બાલાસિનોર ટાઉન પોલીસ

પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.પી આર.વી.અસારી તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા નાઓની રાહબરી હેઠળ મહિલા તેમજ બાળકો સાથે બનેલ બનાવોમા ત્વરીત કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે બાલાસિનોર ટાઉન પોસ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.11187002240357/2024 બી.એન.એસ એક્ટ કલમ 78,79,352,54 મુજબના કામે ફરીયાદી બહેન તથા તેઓના સગા રાત્રીના 09/30 વાગ્યાના અરસામા બાલાસિનોર બસ સ્ટેશનના ગેટ પાસે ઓટો રીક્ષાની રાહ જોઇ રહેલ તે દરમ્યાન આરોપીઓ (1) નયનભાઇ વિનોદભાઇ કટારીયા (2) હિતેષભાઇ હિરાભાઇ ચૌહાણ બન્ને રહે.બાલાસિનોર રોહિતવાસ તા.બાલાસિનોર જી.મહિસાગર નાઓએ ફરીયાદીબેનને લાજ લેવાના ઇરાદે અપશબ્દો ઉચ્ચારી ફરીયાદી બહેનનો પીછો કરી ફરીયાદીબેનના પીતાને ગમે તેમ ગાળો બોલી ગુન્હો કરેલ હોય જે મતલબની ફરીયાદ અત્રેના પોસ્ટેમાં નોંધાવતા આ કામના આરોપીઓની શોધખોળ કરી ઝડપી પાડી ગુન્હાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે