સંતરામપુર બાયપાસ પાસે મકાન માલિકે બાંધકામ દરમિયાન વરસાદી ગટર અને કોતર ઉપર દબાણ કરીને બાંધકામ કરી દેતા સ્થાનિક ગ્રામજની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી દબાણ દુર કરવા માટે સંતરામપુર નગરના બાયપાસ પાસે નર્સિંગપુર ગ્રામ પંચાયત નજીક આવેલા નીનામા રાયસીંગભાઇ નાથાભાઈ ગટર ઉપર અને કોતર ઉપર જ પુરાણ કરીને બાંધકામ કરેલું હતું. આજુબાજુના ગ્રામજનોને પાણીનો નિકાલ ન થતા તમામ પાણી ચારે બાજુ ખેતરમાં અને મકાનમાં ફરી મળેલું હતું. જેના કારણે ખેતીના પાકને મોટા પાયે નુકસાન થવા પામેલું હતું અને મકાનોમાં કુવા બોરમાં પણ પાણી ભરાઈ જતા ખેડૂતોની નુકસાન વેચવાનું વારો આવેલો હતો.
આ મકાન માલિકે બાંધકામ દરમિયાન જે વર્ષોથી સ્ટેટ વિભાગ દ્વારા વરસાદી પાણી ગટર બનાવેલી હતી, પણ તેના ઉપર જ પુરાણ કરીને બંધ કરી દેવામાં આવેલો હતો. આ બાબતની ગટર ખુલ્લી કરવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર ને લેખિતમાં રજૂઆત કરેલી હતી. સર્વે નંબર 160, 161ની જમીનમાં મોટાપાએ નુકસાન થવા પામેલું હતું. મકાન માલિકે પોતાની મન ફાવે તેમ દમણ કરીને બાંધકામ કરી દીધું હતું. દબાણ ખુલ્લું કરાવવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી હતી.
બાજુના મકાન માલિકે વરસાદી ગટર હતી અને કોતર હતું. તેના ઉપર પૂરણ કરીને આ ભાઈએ બાંધકામ કરી નાખેલું હતું અને એના કારણે અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયુું કુવામાં પાણી ભરાઈ ગયા અને મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે મોટું નુકસાન થયું હતું તો અમે આ દબાણ ખુલ્લું કરવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી. સંગાડા કલાભાઈ સવજીભાઈ, નર્સિંગપુર બાયપાસ, સંતરામપુર.