દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદના બિરસા મુંડા ચોક પર રસ્તા રોકી નગરપાલિકા હાઈ રે હાઈ ના સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આજરોજ તા.04.09.2024ના સાંજે 4 કલાકે બુધવારના રોજ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ શહેરના બિરસા મૂંડા ચોક પર ટ્રાફિકથી ધમ ધમતા એવાં રસ્તા પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું કે દાહોદ શહેરમાં આવનાર ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદુન નબીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દાહોદ શહેરના રસ્તાઓ બનવવાની માંગ કરી છે અને સાથે સાથે દાહોદ શહેરની પ્રજાને પર સ્થાનિક વહીવટી તંત્ર સામે વિરોધ કરવાં ઉશ્કેરવામાં આવ્યા છે.
દાહોદ સ્માર્ટ સીટીની જાહેરાત 2017 માં હર્ષો ઉલ્લાસ અને નાચતે ગાતે કરવામાં આવી હતી અને તેને પણ વર્ષો વીત્યા છે, પણ હાલ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી અને દાહોદ નગરની પ્રજાને પણ કોંગ્રેસ સાથે રહી આંદોલન કરવાં આમંત્રણ આપવામાં આવ્યા કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સીટી બનાવવા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને એ કરોડો રૂપિયા ક્યાં ગયા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે અને દાહોદ સ્માર્ટ સીટી નહીં દાહોદ ખાડા સીટી તરીકે જાહેર કરવાની માંગ કરી છે અને રસ્તાઓ બનાવવામાં આવે છે, એ રસ્તાઓ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાની મિલી ભગતથી રસ્તાઓ બનતા હોય છે.
જેના કારણે રસ્તાઓ હલકી ગુણવત્તા વાળ બને છે. જેના કારણે રસ્તાઓ જલ્દી ખરાબ થઈ જતા હોય છે અને આ રસ્તાઓ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં માત્ર રસ્તાઓ પર પડેલા ખાડાઓજ પૂરવામાં આવતા હોય છે અને જો દાહોદ નગર પાલિકા રસ્તાઓ નહીં બનાવેતો નગરપાલિકા પર તાળા બંધી કરવામાં આવશે હોવાની ચીમકી ઉપચારવામાં આવી.