ઝાલોદ ઝુલેલાલ મંદિરે ચાલીહા ઉત્સવ સમાપન ધામધૂમ થી ભક્તિભાવ વાતાવરણ વચ્ચે યોજાયો

  • સિંધી સમાજના દરેક લોકો ઝુલેલાલ ભગવાનની ભક્તિ કરવા મોટા પ્રમાણમાં મંદિરે ઉમટી પડ્યા .

ઝાલોદ સિંધી સમાજનો ચાલીહા મહોત્સવના 40 માં દિવસે આજે તારીખ 04-09-2024 ના રોજ પૂરા ધાર્મિક વાતાવરણ વચ્ચે ઝુલેલાલ મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું. તારીખ 24-07-2024 થી 04-09-2024 સુધી પૂરા ચાલીસ દિવસ સુધી નિત્ય ભજન કીર્તન સાથે આ પર્વ યોજાયો હતો. આજના ઉત્સવના સમાપનને લઈ ઝુલેલાલ ભગવાનના મંદિરે સિંધી સમાજના સહુ લોકો મોટા પ્રમાણમાં ભેગા થયેલ હતા. નગરના સિંધી સમાજ દ્વારા ચાલીહા મહોત્સવ અંતર્ગત અમરલાલ ગ્રુપ દ્વારા ભગવાન ઝુલેલાલના કીર્તન,ભજન , સત્સંગ નિત્ય કરવામાં આવી રહેલ હતા. અમરલાલ ગ્રુપ દ્વારા ઝુલેલાલ ભગવાનના સત્સંગ ચાલીહા મહોત્સવ દરમ્યાન સિંધી સમાજના ઘરે ઘરે જઈને કરવામાં આવતો હતો.

ચાલીહા મહોત્સવ અંતર્ગત સિંધી સમાજ ઝુલેલાલ મંદિરે નિત્ય ધાર્મિક પ્રોગ્રામ કરી ઝુલેલાલ ભગવાનના ભજન કરતા હતા. આજરોજ તારીખ 04-09-2024 બુધવારના રોજ સિંધી સમાજના ઝુંલેલાલ મંદિરે 40માં દિવસે સમાપન પર્વ નિમિતે બહેરાણા જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આજના સમાપન પર્વ નિમિત્તે ઝૂલેલાલ મંદિરે થી બહેરાણા સાહેબની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા દરમ્યાન સહુ લોકો સિંધી સમાજના ભજન કીર્તન પ્રસંગે ભક્તિમાં લીન થઈ નાચતા ઝૂમતા જોવા મળતા હતા. આ શોભાયાત્રા ઝૂલેલાલ મંદિરે થી મીઠાચોક, વૈષ્ણવ હવેલી થઇ રામ સાગર ખાતે સમાપન કરવામાં આવી હતી. સિંધી સમાજના મહિલાઓ, બાળકો, પુરૂષો મોટા પ્રમાણમાં આ ઉત્સવ નિમિતે ઉપસ્થિત રહેલ હતા. સહુ લોકોએ ઝુલેલાલ મંદિરે મહાઆરતી કરી મહાપ્રસાદ સાથે લીધેલ હતો.