મુંબઇ,
મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકને જામીન મળ્યા નથી. મની લોન્ડરિંગના કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટની ઈડીની વિશેષ પીએમએલએ કોર્ટે મલિકની જામીન અરજી ફગાવી દીધી છે.
આજે (૩૦ નવેમ્બર, બુધવારે) બપોરે ૩.૩૦ વાગ્યે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. નવાબ મલિકે સ્વાસ્થ્યના કારણોસર જામીન માટે અરજી કરી હતી. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. કોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી. એટલે કે નવાબ મલિકે વધુ સમય મુંબઈની આર્થર રોડ જેલમાં વિતાવવો પડશે.
નવાબ મલિક આ નિર્ણય સામે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે. તમને જણાવી દઈએ કે ૧૪ નવેમ્બરના રોજ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મલિકની અરજી પર નિર્ણય અનામત રાખ્યો હતો. આ પછી સ્પેશિયલ કોર્ટે ૨૪ નવેમ્બરે ચુકાદો સંભળાવવાની તારીખ આપી હતી.