ઉત્તર કોરિયામાં ૩૦ વરિષ્ઠ અધિકારીઓને ફાંસી અપાઇ

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ફરી સમાચારમાં છે. તેણે પોતાના દેશના ૩૦ વરિષ્ઠ અધિકારીઓને ફાંસી આપી છે. તેમનો દોષ એ હતો કે તેઓ દેશને ભયંકર પૂરથી બચાવી શક્યા નહીં, જેનાથી ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન નારાજ થયા.

આ પૂરે ચાંગંગ પ્રાંતના ઘણા ભાગોમાં તબાહી મચાવી હતી, જેમાં ૪૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા હતા.અધિકારીઓએ કહ્યું કે જે લોકોના મોતનું કારણ બને છે તેમને સખત સજા આપવામાં આવશે. કિમ જોંગે તે તમામ લોકોને સજા આપવાનું કહ્યું છે જેઓ આ દુર્ઘટનામાં પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શક્યા નથી. ગયા મહિને પણ પાર્ટીના ૨૦-૩૦ અગ્રણી લોકો માર્યા ગયા હતા. ચાંગાંગ પ્રાંતના બરતરફ પાર્ટી સેક્રેટરી કાંગ બોંગ હૂંને પણ પકડી લેવામાં આવ્યા છે.

આ વખતે ઉત્તર કોરિયામાં પૂર વિનાશક સાબિત થયું. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ૪૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. આટલી મોટી દુર્ઘટના બાદ કિમ જોંગે પોતે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તેના કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા. જો કે, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બાળકો, વૃદ્ધો અને અપંગ સૈનિકો સહિત ૧૫,૪૦૦ થી વધુ લોકોને પૂરમાંથી બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત સ્થાનો પર રાખવામાં આવ્યા છે. સર્વોચ્ચ નેતાએ કહ્યું કે પૂર પ્રભાવિત વિસ્તારોને સામાન્ય થવામાં ૩ મહિના જેટલો સમય લાગશે. ઉત્તર કોરિયાના ઘણા રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે પૂરના કારણે મૃત્યુઆંક ૧૦૦૦-૧૫૦૦થી વધુ હોવાની આશંકા છે, જેના પર કિમ જોંગ ઉને વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ બાદમાં જ્યારે તેમણે પોતે નિરીક્ષણ કર્યું તો વાસ્તવિક આંકડાઓ સામે આવ્યા. ત્યારે કિમ જોંગે આવા સમાચારોને પોતાની બદનામી સમાન ગણાવ્યા હતા