મહિસાગર જિલ્લામાં ભરાયેલા પાણીનો નિકાલ, સફાઈ કામગીરી તેમજ રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બાલાસિનોર તાલુકાના વિવિધ વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરી દવાનો છંટકાવ સહિતની કામગીરી કરી રહી છે. બાલાસિનોર શહેરમાં પણ મેઘરાજા મન મુકીને વરસતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યુ છે. બાલાસિનોર નગરપાલિકા તંત્ર સજજ બન્યુ છે. જેના પગલે વરસાદ પછી પાલિકા તંત્રએ સફાઈ ઝુંબેશ હાથ ધરી નગરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી સાફ સફાઈ કરાવી હતી. જાહેર માર્ગો પર સફાઈ કરી નગર ચોખ્ખુ કરવાની ઝુંબેશ શરૂ કરી છે.ઉપરાંત રોગચાળો ન વધે તે માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.