ગોધરા જવેલર્સની દુકાનમાંથી ચોરી કરનાર આરોપીના જામીન નામંજુર

ગોધરામાં આવેલા ધનરાજ જવેલર્સમાં થયેલી ચોરીના ગુનામાં પંચમહાલ જિલ્લાની મુખ્ય સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન અરજી નામંજુર કરવામાં આવી છે.

ધનરાજ જવેલર્સ નામની દુકાનમાંથી નોકરીના સમયે અનુષ્કા શ્યામભાઈ પારવાણીએ સ્ટોક મેન્ટેઈન વખતે અલગ અલગ દિવસે કુલ સોનાના દાગીના નંગ-65 જેનુ કુલ વજન 1721.030 ગ્રામ જેની કુલ કિ.રૂ.1,26,10,000/-ની ચોરી કરી હતી. આરોપી નિમેષ લીલારામ ઠાકવણીને આપી ગુનો કર્યો હતો. જે બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલી હતી. જેની પોલીસે તપાસ કરી અનુષ્કા શ્યામભાઈ પારવાણ(રહે.ઝુલેલાલ સોસાયટી, એફસીઆઈ ગોડાઉન સામે, ભુરાવાવ, ગોધરા)ની અટક કરીને જયુડિ.કસ્ટડીમાં મોકલી આપેલ હતી.

પોલીસ દ્વારા આરોપી નિમેષ લીલારામ ઠાકવાણી(રહે.ધાનકાવાડ, ગોધરા)ને અટક કરવાના બાકી હોય આરોપી નિમેષ લીલારામ ઠાકવાણી દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી મુખ્ય સેશન્સ જજ સી.કે.ચોૈહાણની કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં પોલીસે કોર્ટમાં એફિડેવિટ રજુ કર્યા હતા. કોર્ટમાં આરોપીએ કરેલ આગોતરા જામીન મેળવવાની અરજી પંચમહાલ જિલ્લાના મુખ્ય સેશન્સ જજ. સી.કે.ચોૈહાણની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી નિમેષ લીલારામ ઠાકવાણી ના આગોતરા જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.

Don`t copy text!