આદર્શ વિદ્યાલય વિરપુર ખાતે (SGFI)જીલ્લાકક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઈ

  • અંડર – 19 માં યોગાસન રિધમીક યોગ સ્પર્ધામાં સી. એમ, દેસાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થીની વિશ્ર્વા સોલંકી પ્રથમ ક્રમે.
  • સરાડીયા ગામની ક્ષત્રિય સમાજની દિકરી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જીલ્લા રમત ગમત અધિકારી ની કચેરી મહીસાગર દ્વારા આયોજીત કાર્યક્રમમાં વીરપુર તાલુકાના સરાડીયા ગામની દિકરી વિશ્ર્વાબેન પ્રકાશભાઈએ અંડર-19 માં યોગાસન સ્પર્ધામાં પ્રથમ સ્થાને ઉતીર્ણ થતા સમગ્ર વિરપુર તાલુકા ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું છે. ત્યારે કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષણાધિકારી વિરપુર વિઠ્ઠલભાઈ પટેલ સુરેશભાઈ ભાવસાર (RSS પંચમહાલ વિભાગ મા.સંઘચાલકજી) દિનેશભાઈ પટેલ(વ્યાયામ શિક્ષક જે. એચ મહેતા હા.સંતરામપુર), કલ્પેશભાઈ ભાટિયા (વ્યાયામ શિક્ષક,સી.એમ દેસાઈ હાઈસ્કૂલ વીરપુર) ,દિપીકાબેન પટેલ યોગ ટ્રેનર તેમજ અન્ય શાળાઓમાંથી વ્યાયામ શિક્ષક મિત્રો અને મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. ધ્યાન, પ્રાર્થના તેમજ યોગાસન સ્પર્ધાઓ યોજાઈ.જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશ બારોટ દ્વારા કરવામાં આવ્યું.અને વ્યક્તિગત યોગ સ્પર્ધા, આર્ટસ્ટીક ,અને રિધમીક યોગ જેવી વિવિધ સ્પર્ધાઓઓમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ત્યારે શાળા પરિવાર તરફથી આયોજક ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Don`t copy text!