ઝાલોદ તાલુકાના ત્રણ શિક્ષકોને શિક્ષક દિન નિમિતે દાહોદ ખાતે સન્માન કરવામાં આવશે

આવતી કાલે 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરી બહુમાન કરવામાં આવે છે. તેમાં ઝાલોદ તાલુકામાંથી મુનિયા કલ્પેશકુમાર દીપસિંહ જેઓ બી. આર.સી કો ઓ ઝાલોદ તરીકે ફરજ બજાવે છે. જેઓને બી.આર.સી. નિરીક્ષક વિભાગમાં જીલ્લાના શ્રેષ્ઠ બી.આર.સી તરીકેની પસંદગી થઈ છે.

જેઓએ ઝાલોદ તાલુકામાં 100%નામાંકન ક્ધયા કેળવણીને પ્રોત્સહન શિક્ષણ ગુણવત્તા સુધારણા કાર્યક્રમ કર્યા હતા. જેની ફળશ્રુતિ રૂપે તેમને જીલ્લાના શ્રેષ્ઠ બી.આર.સી.કો ના એવોર્ડ એનાયત કરવામાં આવશે.

સાથે તાલુકા કક્ષાએ ખુંટાના ખેડાના પ્રા. શાળાનાશિક્ષક વાઘેલા રાકેશભાઈ અને બારીયા ફળિયા પ્રા.શાળાના શિક્ષક રાજેશભાઈ પંચાલને પણ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આમ, ઝાલોદ તાલુકાના ત્રણ શિક્ષકોનુ સન્માન કરવામાં આવશે. તેથી ત્રણે શિક્ષકોએ શિક્ષણ ક્ષેત્રે ઝાલોદ તાલુકાને ગૌરવ અપાવનાર છે.

Don`t copy text!