લીમખેડા પાલ્લી ગામે ટ્રેકટર ચાલકે 45 વર્ષીય અસ્થિર મગજની મહિલા અડફેટમાં લેતાં મોત

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામે એક ટ્રેક્ટરના ચાલકે રસ્તે ચાલતી જતી એક 45 વર્ષિય અસ્થિર મગજની મહિલાને અડફેટમાં લેતાં મહિલાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.02 સપ્ટેમ્બરના રોજ એક ટ્રેક્ટરના ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પાલ્લી ગામેથી ચાલતા પસાર થઈ રહેલા એક 45 વર્ષિય અસ્થિર મગજની મહિલાને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં મહિલાને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચતાં મહિલાનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે યશકુમાર કિરીટકુમાર ગુર્જર દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Don`t copy text!