ફતેપુરાના હિંગલા ગામે વરસાદમાંં કાચું મકાન ધારાશાહી થતાં 43 વર્ષીય વ્યકિત દબાઈ જતાં મોત

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાવા હિંગલા ગામે ભારે વરસાદને પગલે એક કાચુ મકાન ઘરાશાઈ થઈ જતાં ઘરમાં ઉંઘુ રહેલ એક 43 વર્ષિય વ્યક્તિ પડી ગયેલ ઘર નીચે દબાઈ જતાં મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.03 સપ્ટેમ્બરના રોજ ફતેપુરા તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો. ફતેપુરામાં ધોધમાર વરસાદને પગલે સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં હતા. ત્યારે બીજી તરફ વરસતા વરસાદ વચ્ચે ફતેપુરાના હિંગલા ગામે રાત્રીના ચારેક વાગ્યાના આસપાસ હિંગલા ગામે કાછલા ફળિયામાં રહેતાં રસીલાબેન મનસુખભાઈ ભાભોર તથા તેમના પરિવારજનો ઘરમાં મીઠી નીંદર માણી રહ્યાં હતા. તે સમયે અચાનક તેઓનું કાચુ ઘર પવન સાથે વધુ વરસાદ પડતાં ઘર પડી ગયું હતું જેને પગલે તફરીનો માહૌલ સર્જાઈ જવા પામ્યો હતો. કાચુ ઘર પડી જતાં ઘરની નીચે રમીલાબેનના પતિ મનસુખભાઈ વાલજીભાઈ ભાભોર દબાઈ ગયાં હતાં અને તેઓનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકટોળા ઘર તરફ ઉમટી પડ્યાં હતાં.

આ સંબંધે રમીલાબેન મનસુખભાઈ ભાભોર દ્વારા સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.