દાહોદ જીલ્લાના તમામ પોલીસ મથકોએ પી.આઇની નિમણુંક કરવામાં આવી

  • જીલ્લામાં નવા પીઆઇ આવતાં એસ.પીએ આંતરિક બદલીની ગંજીફો ચીપ્યો.

દાહોદ જીલ્લામાં પીઆઇના ઓછા મહેકમને કારણે કેટલાંક પોલીસ મથકો પીએસઆઇથી ચલાવવામાં આવતાં હતાં. ત્યારે થોડા સમય પહેલાં દાહોદ જીલ્લામાં નવા પીઆઇ આપવામાં આવતાં એસ.પી દ્વારા બદલીઓનો ગંજીફો ચીપ્યો હતો. દાહોદ જીલ્લાના તમામ પોલીસ મથકોમાં પીઆઇની નિમણુંક સાથે કેટલાંક પી.આઇની આંતરિક બદલીઓ પણ કરવામાં આવી હતી.

દાહોદ પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાએ મંગળવારના રોજ આંતરિક બદલીઓ કરીને એ ડિવિઝનના પીઆઇ ડી.ડી પઢીયારની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં બદલી કરી હતી. તેવી જ રીત હાલમાં લીવ રિઝર્વમાં રહેલાં એ.એમ કામળિયાને એ ડિવિઝનમાં મુક્યા હતાં. લીવ રિઝર્વ પી.એમ જાડેજાની બી ડિવિઝનમાં નિમણુંક કરાઇ હતી.ત્યારે અહીંના પી.આઇ કે.આર રાવતની ગરબાડા ખાતે બદલી કરવા સાથે તેમને દાહોદ સીપીઆઇનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો.

લીવ રિઝર્વ પી.આઇ વી.પી. કનારાને દાહોદ તાલુકા પોલીસ મથકે, યુ.એમ ગાવિતને કતવારા,બી.વી ઝાલાને ધાનપુર,દાહોદના સીપીઆઇ એસ.વી. વસાવાને લીમખેડા પોલીસ મથકે, લીવ રિઝર્વ એન.કે ચૌધરીને રંધિકપુર, એસ.એમ રાદડિયાને સંજેલી, દાહોદ તાલુકા પોલીસ મથકના કે.સી વાઘેલાને ફતેપુરા, ઝાલોદના સીપીઆઇ એચ.સી રાઠવાને ઝાલોદ, દેવગઢ બારિયાના સીપીઆઇ કે.કે. રાજપુતને લીમડી, લીમખેડાના પીઆઇ જે.એમ. ખાંટને ચાકલિયા અને લીવ રિઝર્વ પીઆઇ એમ.એસ વરૂને દેવગઢ બારિયાના સીપીઆઇ તરીકે નિમણુંક આપવામાં આવી હતી. આ સાથે ફતેપુરાના કે.સી.વાધેલાને ઝાલોદ સીપીઆઇનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

Don`t copy text!