ઘોઘંબા તાલુકાના સરસવા ખાતે ચણતરકામનો ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

  • સુમંગલમ ફાઉન્ડેશન ધ્વરા સીપેડ સંસ્થા અમદાવાદના સહયોગથી.

ઘોઘંબા તાલુકાના સરસવા ગામ ખાતે કડિયાકામ કરતા આદિવાસી સમાજના લોકોને પોતાની ક્ષમતામાં વૃદ્ધિ થાય આવકમાં વધારો થાય કુદરતી આફતો સામે પર્યાવરણનું સ્વરક્ષણ કરી ચણતર કામ કેવી રીતે કરવું તેમજ ચણતરકામ કરવા માટે મટીરીલ્સ કેવું પસંદ કરવા જેવી નાનામાં નાની સમજણ આપવામાં આવી હતી અને ચણતર કામનું પ્રેક્ટિકલ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીપેડ સંસ્થાના એન્જીન્યર હર્ષદભાઈ તેમજ સામાજીક કાર્યકર્તા અરવિંદભાઈ વાઘેલા, સુમંગલમ ફાઉન્ડેશન માંથી સંદીપભાઈ અને ગામના સરપંચ જીવનભાઈ હાજર રહ્યા હતા.