લુહાર ફળિયા પાલ્લા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગણવેશ વિતરણ

ઘોઘંબા તાલુકાની લુહાર ફળિયા પાલ્લા પ્રાથમિક શાળામાં મૈત્રી મંડળ મુંબઈ વડોદરા આણંદના પ્રેરણાથી વિરલ દાતા બોમ્બે નિવાસી તરફથી 48 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુનિફોર્મ આઈડેન્ટિક કાર્ડ તથા બુટ-મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘોઘંબા મામલતદાર આર.કે. પટેલ તથા રાજગઢ પીએસઆઇ આર. એસ. રાઠોડ તથા નરવતભાઈ રાઠવા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરૂં પાડયુ હતુ.

શાળાના તમામ બાળકો તથા વાલીઓ હાજર રહી દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર વિનામૂલ્યે આપવામાં આવેલ યુનિફોર્મ, બુટ, મોજા અને આઈ કાર્ડ વિતરણ આયોજન પ્રાથમિક શાળાના શિક્ષકરાજેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.