ગોધરા પંચામૃત ડેરીમાં કાયમી નોકરી આપવાના બહાને છેતરપિંડી કરનાર આરોપીઓ દ્વારા રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા કોર્ટ બન્ને આરોપીઓની જામીન અરજી નામંજુર કરી હતી.
ગોધરા પંચામૃત ડેરીમાં કાયમી નોકરી અપાવવાના બહાને આરોપીઓ નિશાકનુપેનભાઈ પાઠક, દિપીકાબેન નિતેષકુમાર રાઠોડ ફરિયાદીને ડેરીમાં કાયમી નોકરી આપવાના વિશ્વાસ આવ્યો હતો અને ફરિયાદી પાસેથી ડોકયુમેન્ટની ઝેરોક્ષ લઈ રૂપીયા 50,000/-લઈ વિશ્વાસધાત ઠગાઈની ફરિયાદ નોંંધાઈ હતી. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ હોય તેવા બન્ને આરોપી નિશાક નુપેનભાઈ પાઠકએ પ્રિન્સી. ડીસ્ટ્રી. જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી. જ્યારે દિપીકાબેન નિતેષકુમાર રાઠોડએ પણ પ્રિન્સી. ડીસ્ટ્રી.જજની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી. આ જામીન અરજીની સુનાવણી જીલ્લા પ્રિન્સી. ડીસ્ટ્રીકટ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં ચાલી જતાંં સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોરએ વિગતવાર દલીલો કરતાં દલીલોને ધ્યાને લઈ બન્ને આરોપીઓની જામીન અરજી નામંજુર કરવામાં આવી છે.