ગોધરા વ્હોરવાડ વિસ્તારમાં દુધ કેન્દ્ર ખાતેથી અજાણ્યા ચોર ઈસમોએ 4 કેરેટ દુધની ચોરી કરતાંં સીસી ટીવીમાં કેદ થયા

ગોધરા વ્હોરવાડ વિસ્તારમાં પંચામૃત ડેરીના ઉતરેલા દુધના કેરેટની ચોરી કરી ફરાર થતાં ચોર ઈસમો સીસી ટીવી કેમેરામાં કેદ થયા છે.

ગોધરા શહેરમાં ચોરીની ધટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ ચોકી નં.2 નજીક વ્હોરવાડ વિસ્તારમાં જુના અલ્વીની હોસ્પિટલ પાસે પંચામૃત દુધ કેન્દ્ર હોય આ સ્થળે ઉતારવમાંં આવેલ દુધના કેન્દ્ર પરથી બે અજાણ્યા ચોર ઈસમો પોતાની નંબર વગરની બાઈક ઉપર આવ્યા હતા અને દુધ કેન્દ્ર ખાતેથી 4 જેટલા દુધના કેરેટની ચોરી કરી ફરાર થઈ જતા હોય તેવી સમગ્ર ધટના સીસી ટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે આવા ચોર ઈસમો ઝડપી પાડીને કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.