બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન હંમેશા પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તે પોતાની પુત્રી સુહાનાને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. કિંગ ખાનના ઘરે ખુશી આવવાની છે. ટૂંક સમયમાં આ મોટા ઘરનો દીકરો તેનો જમાઈ બની શકે છે.તે છોકરો જેની સાથે સુહાના ખાન ઘણીવાર જોવા મળે છે. શાહરૂખ અને ગૌરી ખાન તેમન પુત્રીના લગ્ન તેની સાથે જ કરાવશે. આ સમાચારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.
શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન હાલમાં ઘણી ટીવી જાહેરાતો અને લક્સ સોપની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. સુહાના તેના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. સુહાનાનો એક લેટેસ્ટ ફોટો સામે આવ્યો છે. સુહાનાએ આમાં સાડી પહેરી છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટો પર અમિતાભ બચ્ચનની પુત્રી શ્ર્વેતા બચ્ચને કોમેન્ટ કરી છે. તેને સુહાનાના લુક પર બ્યુટી વિથ લવ ઈમોજીસ લખ્યું છે.
સુહાનાએ પણ પ્રેમથી ભરપૂર ઈમોજીસ સાથે આનો જવાબ આપ્યો. મીડિયા રિપોર્ટ મુજબ સુહાના અને શ્ર્વેતા નંદાના પુત્ર અગસ્ત્ય નંદા એકબીજાને પસંદ કરે છે અને ડેટ પણ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં શ્ર્વેતા તેની સાસુ બનશે. શ્ર્વેતા પોતે સુહાનાને ખૂબ પ્રેમ કરે છે. તે ઘણીવાર સુહાનાના ફોટા પર કોમેન્ટ કરતી જોવા મળે છે. મીડિયા રિપોર્ટ મુજબ સુહાના અને અગસ્ત્ય એકબીજાના પ્રેમમાં છે અને લગ્ન પણ કરશે.
સુહાના અને અગસ્ત્ય નંદાએ ઝોયા અખ્તરની ’ધ આર્ચીઝ’ સાથે ડેબ્યૂ કર્યું હતું અને આ ફિલ્મને મિક્સ રિસપોન્સ મળ્યો હતો. આ જ કારણ છે કે સુહાના અને અગસ્ત્ય નંદાના લગ્નની ચર્ચા છે. જો આમ થશે તો અગસ્ત્ય નંદા શાહરૂખ ખાનના જમાઈ બનશે અને સુહાના નંદા પરિવારની વહુ બનશે. સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ઘણીવાર સાથે જોવા મળે છે. તેઓ અગાઉ ક્રિસમસની ઉજવણી કરતા, રજાઓ પર જતા અને સાથે ડિનર ડેટ કરતા જોવા મળ્યા હતા. થોડા મહિના પહેલા, જુલાઈ ૨૦૨૪ માં, તેઓ લંડનમાં સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા.