પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોના ધરોમાં પાણી ભરાયા

પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં ગતરોજ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો. મોડી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો રાત્રીના સમયે ચાલેલ વરસાદને લઈ ગોધરાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જીલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે વહેલી સવારથી ચાર દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો હતો. બપોરે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વિરામ લીધો હતો અને મોડી સાંજે કડાકા ધડાકા અને વિજળીના ચમકારા વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને લઈ શહેરના માર્ગો ઉપર પાણી ભ રાયા હતા અને નિચાણવાળા વિસ્તારોના રહિશોના ધરોમાં વરસાદી પાણી ભરાયા હતા.

પંચમહાલ જીલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ ખેતરોમાં ઉભા મકાઈના પાકને નુકશાન થવાથી ખેડુતો ચિંતા વ્યકત કરી છે. ગતરોજ પડેલ ધોધમાર વરસાદને લઈ નદી નાળાઓમાં પાણી વધ્યા હતા સાથે પંચમહાલ જીલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશયમાં ઉપરવાસમાંં પડેલ વરસાદને લઈ પાણીની આવક વધતા પાનમ ડેમના 6 દરવાજા ખોલીને પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાનમ નદીમાં ડેમ માંથી છોડવામાં આવેલ પાણીને લઈ પાનમ નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવયા છે. નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જીલ્લામાં 2 સપ્ટેમ્બરના રોજ 6 થી 6 સુધી નોંધાયેલ વરસાદના આંકડા…

શહેરા – 53 મી.મી.

મોરવા(હ) – 5 ઈંચ

ગોધરા – 4 ઈંચ

કાલોલ – 42 મી.મી.

ધોધંબા – 42 મી.મી.

હાલોલ – 2 ઈંચ

જાંબુધોડા – 2 ઈંચ