વીજ અકસ્માત ટાળવા માટે એમજીવીસીએલ દ્વારા ગાઈડલાઈન જારી

  • વીજપુરવઠા સંબધિત ફરિયાદ માટે 19124, 18002332670 અને 9925218002 પર સંપર્ક કરી શકાશે.

નવા બાંધકામ વખતે વીજ માળખા થી સલામત અંતર જાળવવું, વિસ્થાપન ઉપર કરાવીત વીજ ભાર કરતાં વધારે વીજભાર જોડવો નહી, તેમજ વીજ પ્રણાલી પર વિપરીત અસર કરીને અકસ્માત નોતરે છે. જેથી વધારાના વીજભાર માટે સંબંધિત કચેરીનું સંપર્ક કરીને જરૂરી વીજભાર મંજૂર કરાવવો.

વ્યક્તિએ રવેશ/અગાસી નજીકથી પસાર થતી વીજ લાઈન ટ્રાન્સફોર્મરને અડકવાનો પ્રયત્ન ન કરવો તેમ જ વીજળીના થાંભલા તાણીયા કે તેના અર્થિંગ વાયરને શેરી બત્તીના થાંભલા સાથે ધાતુનો તાર બાંધી કપડાં સૂકવવા નહીં અથવા પશુઓને પણ વીજપોલ સાથે બાંધવા નહીં. લાંબા ધાતુના સળિયાનો ઉપયોગ સાવચેતી પૂર્વક કરવો તથા પાણી કે અન્ય પ્રવાહી વીજ માળખા ઉપર ફેકવુ નહીં તેમ કરવાથી ક્યારેક જીવલેણ અકસ્માત થવાની સંભાવના રહે છે. વિસ્થાપનમાં આરસીસીબી શેષ વર્તમાન સર્કીટ બ્રેકર લગાડવું ફરજીયાત છે.

વીજ માળખું/પોલ/ટ્રાન્સફોર્મર/ફેન્સીંગ ઉપર બોર્ડ, બેનર, ઇન્ટરનેટ/ટીવી/અન્ય કોઈપણ હેતુઓ માટેના બોર્ડ લગાડવા બીન અધિકૃત છે અન્યથા જે તે વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકશે.

ભારે/મોટા વાહનો જેવા કે બસ, ટ્રક, હાઇડ્રોલિક ડમ્પર તથા ઊંચાઈવાળા ભારે વાહનોમાં ક્ષમતાથી વધારે ઊંચાઈવાળો માલ સામાન ભરવો નહીં કે વીજ લાઈનની નીચે/નજીક વાહનો ઉભા રાખવા નહીં અને માલ સામાનની હેરફેર કરવી નહીં. વીજ લાઈનની નીચે તેમજ ટ્રાન્સફોર્મર સેન્ટર કે તેની ફેન્સીંગને અડીને વાહનો ઉભા રાખવા નહિ કે પાર્ક કરવા નહી. વાહન રિવર્સમાં લેતી વખતે અથવા વળાંકમાં વીજપોલ કે લાઇનથી સલામત અંતર જાળવવું. વાલીઓએ તેમના બાળકો રમત દરમિયાન વીજલાઈન/ટ્રાન્સફોર્મર/વિતરણ બોક્ષ તેમજ તાણીયાને ના અડકે એ માટે સતર્કતા રાખવી.

એમજીવીસીએલના નેટવર્ક પર ગેરકાયદેસર રીતે રીપેરીંગ કરવા કે અન્ય કોઈ કારણોસર ચડવું નહીં.

ફેન્સીંગની અંદર કચરો નાખવો નહીં તેમજ વીજ લાઈન પર લંગર નાખીને વીજ પ્રવાહ લેવો નહીં તેમ કરવું એ ગુનો છે અને વીજ અકસ્માત નોતરે છે.

ફેરિયા તેમજ અન્ય ધંધાર્થી વીજપોલ કે ટ્રાન્સફોર્મર સેન્ટરની નીચે/આસપાસમાં પોતાનો સામાન લઈને બેસવું નહીં તેમજ વીજ થાંભલાનો ઉપયોગ કરી લારી કે પતરાની કેબિન બનાવી નહીં. વીજ લાઈનની નજીક ઝાડ કે ડાળીઓને કાપવું જોખમી હોય પ્રયત્ન કરવો નહીં.

વીજળીના તાર તૂટીને જમીન પર પડેલ જણાય તથા બીજા અકસ્માત થવાની સંભાવના જણાય તો તાત્કાલિક નજીકની વીજ કચેરી નો સંપર્ક કરવો. કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર વીજ પ્રવાહ ઉતારવાની પ્રવૃત્તિ કરવી નહીં તેમજ જાહેર પ્રસંગો માટે હંગામી વીજ જોડાણ મેળવી લેવા નજીકની વીજ કચેરીનો સંપર્ક કરવો.

કોઈ કારણસર અન્ય અધટીત ઘટના બને તો તાત્કાલિક 19124 અથવા 18002332670 તેમજ વોટ્સએપ નંબર 9925218002 પર તથા મધ્ય ગુજરાત વીજ કંપનીના મોબાઇલ એપ્લિકેશન ઉપર જાણ કરી શકાય છે.