- કંપનીઓને થયેલા નુક્સાનની ભરપાઈ થઈ ગઈ: પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૪ રૂપિયા સુધી ઘટી શકે છે.
- ભારત તેની જરૂરિયાતના ૮૫% કરતાં વધુ ક્રૂડ ઓઇલ બહારથી ખરીદે છે. આની કિંમત આપણે ડોલરમાં ચૂકવવી પડે છે.
નવીદિલ્હી,
ક્રૂડ ઓઇલના ભાવ ઓછા થવાના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૪ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત જાન્યુઆરીથી નિચલા સ્તરે છે. હવે તે ૮૧ ડોલરથી પણ નીચે આવી ગયો છે. અમેરિકી ક્રૂડ ઓઇલ અંદાજે ૭૪ ડોલર પ્રતિ બેરલ છે. મે પછી પહેલીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડાથી ભારતીય રિફાઈનરીઓ માટે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત ઘટીને બેરલ દીઠ ઇં૮૨ થઈ ગઈ છે. માર્ચમાં તે ઇં૧૧૨.૮ હતી. તે મુજબ ૮ મહિનામાં રિફાઈનિંગ કંપનીઓ માટે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઇં૩૧ (૨૭%)નો ઘટાડો થયો છે.
એસએમસી ગ્લોબલના જણાવ્યા પ્રમાણે, દેશની ઓઇલ કંપનીઓ ક્રૂડમાં દર ૧ના ઘટાડા માટે રિફાઇનિંગ પર પ્રતિ લિટર ૪૫ પૈસા બચાવે છે. તે મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૪ રૂપિયા પ્રતિ લીટર ઓછો હોવો જોઈએ. જો કે, નિષ્ણાતોના મતે, સમગ્ર ઘટાડો એક જ વારમાં નહિ કરવામાં આવે.
અત્યારે દેશમાં પેટ્રોલ-ડીઝલની જે કિંમતો છે, તે પ્રમાણે તો ક્રૂડ ઓઇલનું ઈન્ડિયન બાસ્કેટ અંદાજે ૮૫ ડોલર પ્રતિ બેરલ હોવો જોઈએ, પરંતુ તે ૮૨ ડોલરની આસપાસ આવી ગયો છે. આ ભાવ પર ઓઇલ માકગ કંપનીઓ પ્રતિ બેરલ (૧૫૯ લીટર) રિફાઈનિંગ પર અંદાજે ૨૪૫ રૂપિયા બચાવશે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ જણાવ્યું હતું કે સરકારી ઓઇલ કંપનીઓને પેટ્રોલ વેંચાણ પર હવે પ્રોફઇટ થવા લાગ્યો છે. પરંતુ ડીઝલ પર હજુ પણ ૪ રૂપિયા પ્રતિ લીટર સુધીનું નુક્સાન થઈ રહ્યું છે. ત્યારથી અત્યારસુધીમાં બ્રેંટ ક્રૂડ અંદાજે ૧૦% સસ્તું થઈ ગયું છે. તેવામાં કંપનીઓ ડીઝલમાં પણ નફો કરી રહી છે.
પેટ્રોલિયમ નિષ્ણાત નરેન્દ્ર તનેજાએ જણાવ્યું હતું કે બ્રેન્ટ ઝડપથી ૭૦ તરફ આગળ વધી રહ્યું છે. આનાથી ચોક્કસપણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે, પરંતુ તેમાં થોડો સમય લાગશે. તેલની આયાતથી રિફાઈનિંગ સુધીનું ચક્ર ૩૦ દિવસનું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં ઘટાડો થયાના એક મહિના પછી આની અસર જોવા મળશે.દેશમાં તેલના ભાવ છેલ્લા લગભગ ૬ મહિનાથી લગભગ સ્થિર છે. જોકે જુલાઈમાં મહારાષ્ટ્રમાં પેટ્રોલ ૫ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૩ રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું હતું, પરંતુ અન્ય રાજ્યોમાં કિંમતો યથાવત છે.
ભારત તેની જરૂરિયાતના ૮૫% કરતાં વધુ ક્રૂડ ઓઇલ બહારથી ખરીદે છે. આની કિંમત આપણે ડોલરમાં ચૂકવવી પડે છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો અને ડોલરની મજબૂતીથી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ ગયા છે. ક્રૂડ ઓઇલ બેરલમાં આવે છે. એક બેરલ એટલે ૧૫૯ લિટર ક્રૂડ ઓઇલ થયું. જુન ૨૦૧૦ સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર ૧૫ દિવસે તેમાં ફેરફાર થતો હતો. ૨૬ જૂન, ૨૦૧૦ પછી સરકારે પેટ્રોલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ પર છોડી દીધું. એ જ રીતે ઓક્ટોબર ૨૦૧૪ સુધી સરકાર ડીઝલના ભાવ નક્કી કરતી હતી. ૧૯ ઓક્ટોબર ૨૦૧૪થી સરકારે આ કામ ઓઇલ કંપનીઓને સોંપી દીધું હતું. હાલમાં ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત રોજ નક્કી કરે છે.