- મહેસાણામાં કોંગ્રેસની સભા દરમિયાન આખલો ઘૂસવાની ઘટનામાં તપાસના આદેશ
મહેસાણા,
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન ૨૦૨૨: મહેસાણામાં કોંગ્રેસની સભા દરમિયાન આખલો ઘૂસવાની ઘટનામાં તપાસના આદેશ અપાયા છે. મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ઢોર પકડતી ટીમને નોટિસ પાઠવવામાં આવી છે. સભા પૂરી ન થાય ત્યાં સુધી ઢોર પકડતી ટીમ શા માટે ઊભી ના રહી? તેનો જવાબ પણ માગવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે શાખા અધિકારી પાસેથી સમગ્ર બાબતનો રિપોર્ટ માગ્યો છે. વિપક્ષના નેતાએ રજૂઆત કરી હતી કે સીએમ અશોક ગેહલોતની પ્રોટોકોલ વ્યવસ્થામાં ચૂક થઈ છે. મહત્વનું છે કે ગત ૨૮ નવેમ્બરના રોજ કોગ્રેસની સભામાં આખલો ઘૂસી ગયો હતો. જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આ આખલો ભાજપે મોકલ્યો હતો.
ગુજરાતમાં ચૂંટણી પ્રચારને પગલે ભાજપ,કોંગ્રેસ અને છછઁ ના નેતાઓ ગુજરાતને ઘમરોળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત પણ મહેસાણા પ્રચાર માટે પહોંચ્યા હતા. જો કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે સંબોધન કરતા જ આખલો સભા વચ્ચે ઘુસ્યો હતો અને સભામાં બેઠેલા લોકોમાં દોડધામ મચી હતી. જેને પગલે અશોક ગેહલોતે સભામાં કહ્યું કે, ‘આ આખલો ભાજપે મોકલ્યો છે. ભાજપ જ આવા ષડયંત્ર કરી શકે આ ભાજપનું કામ છે.’