ઘોઘંબા નગરમાં ગતરાત્રે તસ્કરોએ હાઇસ્કુલ સામે આવેલ શોપિંગ સેન્ટરની દુકાનો જીમ તથા બે મકાન મળી કુલ 10 જગ્યા ઉપર તાળા તોડી હજારોની મત્તા ચોરી ફરાર થઈ જતા નગરજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગત રાત્રે 3:00 વાગ્યાના સમયે ઘોઘંબા નગરવાસીઓ વરસાદના કારણે મીઠી નીંદર માણી રહ્યા હતા.
તે દરમિયાન કેટલાક યુવાન દેખાતા ઇસમોએ એસ.એચ.વરીયા હાઈસ્કુલ સામે આવેલ શોપિંગ સેન્ટરની દુકાનોના તાળા તોડી શટલ ઉંચા કરી તેમાંથી રોકડ રકમ તથા સામાનની ચોરી કરી હતી. ત્યારબાદ આ તસ્કરો નજીકની વલ્લભનગર સોસાયટીમાં જઈ બે બંધ મકાનના તાડા તોડી મકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
રાજગઢ પોલીસનુ સતત પેટ્રોલિંગ હોવા છતાં તસ્કરો એ ચોરીને અંજામ આપતા ચોરી કરનાર તસ્કરો જાણભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે. જીન્સ પહેરેલા અને યુવાન દેખાતા તસ્કરો આ વિસ્તારના પરિચિત હોવાનુ લાગી રહ્યું છે. તસ્કરો દ્વારા અહીં આવેલી એક જીમમાં પણ ચોરીનો પ્રયાસ કરતા ઈઈઝટમાં કેદ થઈ ગયા હતા રાજગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ છ.જ. રાઠોડ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ ચોરી કરનાર યુવાનોનું પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.