દાહોદ તાલુકાની સગીરા ઉપર દુષ્કર્મના ગુનાના આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

દાહોદ તાલુકામાં રહેતી એક સગીરાને વર્ષ 2016ની સાલમાં અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને દાહોદની કોર્ટ દ્વારા 20 વર્ષની સજા ફટકારવાનો હુકમ કરતાં કોર્ટ સંકુલમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.

બનાવની મળતી માહિતી મુજબ આ કામમા ફરીયાદી જે ભોગ બનનારના પિતા થાય છે ફરીયાદીની મો.બ. દિકરી ઉ.વ.15 વર્ષ 11 માસનાની 2016માં આરોપી દિપાભાઈ ગમાભાઈ મીનામાં રહે. કઠલા તા.જી.દાહોદનાએ સગીરવયની છે. તેવું મળવા છતાં પત્ની તરીકે રાખવા સારૂ સમજાવી ફોસલાવી, પટાવી, ફરીયાદીના વાલીપણામાંથી અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કૃત્ય કરેલ જેથી ફરીયાદીએ કતવારા પોસ્ટે.માં ફરીયાદ .

આપેલ જે કતવારા પો.સ્ટે.ના. આઈ.ગુ.નં.98/16થી ઈપીકો કલમ 363, 368, 376 (આઈ) (એન) તથા પો.એ.ક.3,4, 16,17 મુજબનો ગુનો નોંધાયેલ ત્યારબાદ તપાસ કરનાર અમલદાર દ્વારા તપાસ કરી આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો જણાતા ચાર્જશીટ કરેલ ત્યારબાદ કેસ દાહોદના મે. સ્પે.જજ (પોક્સો કોર્ટ)માં ચાલી જતા મા..ડી.જે.મહેતા પ્રોસીક્યુશન તર્ફે રજુ થયેલ ડોક્યુમેન્ટરી પુરાવો, મોખિક પુરાવો તથા સરકારી વકીલ ટીના આર.સોનીની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપીને ઈપિકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા તથા ઈપીકો કલમ 366ના ગુનામાં 7 વર્ષની સખત કેદની સજા તથા પો.એ.ક 4ના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે .

ભોગ બનનારની ઉમર 16 વર્ષથી ઓછી ઉમરના હોઈ તેણીની સગીર હોઈ વિકટીમ ક્મપે. સ્કીમ 20/1 હેઠળ ભો.બ.ને વળતર પેટે રૂા. 400,000 અંકે રૂા. ચાર લાખ પુરા ચુકવવાનો હુકમ કરેલ છે. આરોપી ઘણા વર્ષોથી ટ્રાયલમાં ગેરહાજર રહેતો હોઈ અને આરોપીને વોરંટની બજવણી થઈ શકેલના હોઈ આરોપીની ગેરહાજરીમાં ચુકાદો જાહેર કરવામાં આવેલ હોઈ સજાની અમલવારી માટે આરોપી વિરૂધ્ધ વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ છે.