ગોધરા તાલુકાના કાંકણપુર ગામ ખાતેથી પગપાળા સંઘ 32માં વર્ષના મંગલ પ્રવેશ સાથે પરંપરા મુજબ આ વખતે મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી પગપાળા જવા માટે નીકળ્યા હતા. પગપાળા સંઘ અંબાજી તરફ જઈ રહ્યો હતો ત્યારે ગામના લોકો પણ થોડે સુધી જોડાયા હોવા સાથે બોલ મારી અંબે જય ..જય… અંબેના નાંદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.પગપાળા માઇ ભક્તો માં અંબે ના દર્શન કરવા માટે અનેક આસ્થા સાથે જતા જોવા મળતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.