- અંડર-15 વયજૂથમાં ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે.
ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જીલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટ આધારે અંડર-15 વયજૂથમાં ભાઈઓ અને બહેનો (તા. 01 જાન્યુઆરી, 2009 પછી જન્મેલા) માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન છે. પસંદગી પ્રક્રિયા કાર્યક્રમ સપ્ટેમ્બર-2024ની તા. 09 મી તારીખે, સવારે. 9.00 વાગ્યાથી બપોરે 12.00 કલાક દરમિયાન યોજાશે.
હાઇટ હન્ટમાં 12 વર્ષની ઉંમરના ભાઈઓ માટે ઉંચાઈ 166+ સે.મી. બહેનો 161+, 13 વર્ષ ભાઈઓની ઉંચાઈ 171+, બહેનો 164+, 4 વર્ષ ભાઈઓ 177+, બહેનો 169+ અને 15 વર્ષની ઉંમરના ભાઈઓની ઉંચાઈ 182+ અને બહેનોની 171+ માપદંડ છે.
આ પ્રક્રિયામાં ભાગ લેવા માંગતા, મૂળ ગુજરાતના નિવાસી ખેલાડીઓ ભાઈઓ અને બહેનોએ જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડના પુરાવા સાથે નિયત દિવસમાંથી કોઈ પણ દિવસે
જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,સ્પોર્ટસ કોમ્પલેક્ષ,કનેલાવ,ગોધરા ખાતે ઉપસ્થિત રહેવું. આ અંગેની વધુ વિગતો માટે જીલ્લા ક્ધવીનરના મોબાઇલ નંબર 6352441744 તથા 7600217231 પર સંપર્ક કરવો, તેમ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોધરા જીલ્લા રમત વિકાસ અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.