પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના એક ગામમાંથી મહિલાનો કોલ આવેલ અને જણાવેલ કે મારા પતિ મને નશાની હાલતમાં આવી મારઝૂડ કરે છે અને રોજ માનસિક અને શારીરિક ત્રાસ આપે છે અને હું આપઘાત કરવા સુઘી પહોચી છું. મને જલ્દી થી 181 મહિલા હેલ્પલાઇનની જરૂર છે, તેમ કોલ આવતાની સાથે તરત જ 181 અભયમ ટીમના કાઉન્સિલર એમ.વી.રાઠવા ટીમ સહિત ઘટના સ્થળે પહોંચ્યા હતા.
પછી પીડિત મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેમના પતિ રોકડી મજૂરી કામ કરે છે અને રોજ પાન મસાલા તેમજ નશાયુકત પદાર્થ જેવા વ્યસન કરી ઘરે આવે છે જ્યારે મહિલા મજુરી કામ માટે જાય છે. ત્યારે તે બીજા પુરૂષને મળે છે તેવી આશંકા કરી મારઝૂડ કરે છે અને તેની જરૂરિયાતો પૂરી પાડતા નથી. બે બાળકો છે તેઓ ખરાબ ખરાબ શબ્દો બોલીને અપમાન કરે છે. જેથી પીડિતા મહિલાની આ વાત સાંભળીને તેઓના સાસુ સસરાનું કાઉન્સિલિંગ કર્યું હતું.
પછી તેમાં જાણવા મળ્યું હતું કે તેઓ આખો દિવસ ઘરે રહેતા નથી મજૂરી કામ કરવા જાય છે, પરંતુ પતિ રોજ નશાયુક્ત વ્યસન કરી આવે છે, જરૂરિયાતો પૂરી પાડતા નથી અને પીડીતા બહેન પણ મજૂરી કામ કરી બે બાળકોના ખર્ચાઓ અને તેમનું ગુજરાન ચલાવે છે. જ્યાં તેમના પતિએ કોઈ બીજા વ્યક્તિની વાતમાં આવીને પત્નીને મારઝૂડ કરી ફળિયા વચ્ચે બે ઇજ્જતી કરતા હતા. ત્યારે પીડીતા મહિલા ખૂબ જ ત્રાસી ગઈ હતી.
જેથી પીડિત મહિલાના પતિનું કાઉન્સિલીંગ કર્યું અને સમજાવેલ કેમ કે કોઈ બીજાની વાતમાં નહીં આવવાનું તેમજ ઘરેલુ હિંસા અધિનિયમ 2005 મુજબ સમજાવેલ અને કાયદાકીય માહિતી આપી હતી. તેમજ તેમને કાયદાની પણ સમજ થયેલ અને તેઓને બે સંતાનો પણ છે, તેથી અસરકારક સમજાવેલ અને સલાહ સૂચન અને માર્ગદર્શન આપી મહિલાના આપઘાત કરીને મરી જઈશ તેવા વિચારોને દૂર કર્યા હતા અને પતિ પત્નીનું સુખદ સમાધાન કરાવ્યું હતું.