વેજલપુરમાં મકાન ની દિવાલ તુટી પડતા આજુબાજુના ત્રણ મકાનોને નુકશાન : મોટી દુર્ઘટના ટળી

વેજલપુરમાં શેઠ ફળીયામાં આવેલ એહમદ ઈબ્રાહિમ ટપના મકાનની દીવાલ આજરોજ બપોરનાં એક કલાકે ધડાકા ભેર તુટી પડી હતી. દિવાલ તુટવાનો આવાજ આવતા જ ઘરમાં રહેતો પરિવાર સલામત સ્થળે ખસી ગયો હતો. જેથી જાનહાની ટળી હતી પરંતું આસપાસના ત્રણ મકાનોને નુકશાન થયું છે. આ અગાઉ વેજલપુર ખાતે અન્ય એક બે માળના મકાન જાહેર મુખ્ય રસ્તા ઉપર રાત્રીના સમયે ધરાસહી થયું હતું અને રાત્રીના સમયે બે માળ નું મકાન ધરાસાહી થતા રાહદારીઓ નો આબાદ બચાવ થયો હતો અને મોટી દુર્ઘટનાઓ ટળી હતી.

વેજલપુર ગામમા આવા અનેક સમયાંતરે આવા બનાવો બની રહ્યા છે. વેજલપુર આવા અનેક જર્જરિત મકાનો આવેલ છે, તેમ છતાં તંત્ર દ્વારા જર્જરિત મકાનો ઉતારવાની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. સ્થાનિક તંત્ર મુખ પેશક બની ગામમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઇ રહયું હોય તેવું લાગી રહયું છે.

જેથી જર્જરીત મકાનોનો સર્વે હાથ ધરાય તેવી પણ જરૂર છે. તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા જૂના અને જર્જરીત મકાનોની માહીતી મેળવી તેવા મકાન માલિકોને નોટીસ આપી આવા મકાનો ઉતારી લેવાની કાર્યવાહી હાથ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. જેથી વેજલપુર ગામમાં મોટી હોનારત અટકે અને ગ્રામજનો રાહતના શ્ર્વાસ લઈ શકે વેજલપુર ગામમાં સ્થાનિક તંત્ર હવે ક્યાં પ્રકારની કાર્યવાહી હાથ ધરશે તે જોવું રહયું.