ત્રણ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીની બદલે અન્ય ઈસમને નામે નોટીસ, ફરિયાદ આપ્યાનું પુરવાર થતા કાલોલ કોર્ટે ફરિયાદ રદ કરી

કાલોલના એડી. ચીફ જ્યુ મેજિસ્ટ્રેટની કોર્ટમાં વર્ષ-2020માં દાખલ થયેલ ફરિયાદમાં ફરિયાદી નાસીરઅલી અબ્દુલસમદ અંસારી રે.પરષોત્તમનગર સોસાયટી કાલોલ દ્વારા કાલોલ મોગ્લવાડામાં રહેતા ઐયુબખાન હમીદખાન પઠાણ સામે રૂા. 3 લાખના ચેક રિટર્ન ની ફરીયાદ કરી હતી.

જેની મુખ્ય વિગત મુજબ તેઓ બન્ને મિત્રો થતા હોય બન્ને એ મચ્છીનો વ્યાપાર કરવા નકકી કરેલ અને દરેકે રૂા. 50,000/ કાઢવા નકકી કરેલ ત્યારબાદ આરોપીને બોટ લાવવાની હોવાથી રૂા. 3 લાખ ઉછીના માંગતા ફરિયાદીએ પોતાના પિતા અને બહેન પાસેથી રૂા.1,90,000/ લીધા અને પોતાની પાસેના રૂા. 1,10,000/ મલી રૂા. 3 લાખ ઉછીના આપેલા અને ત્રણ માસ પછી આરોપીએ રૂા.3 લાખનો ચેક તા. 09/01/2020 ના રોજનો આપ્યો હતો.

જે ચેક ફરિયાદીએ પોતાના બેંક ખાતામાં જમા કરાવતા અપુરતા ભંડોળને કારણે રિટર્ન થયો હતો. જે અંગેની ફરીયાદ કાલોલના એડી ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ સમક્ષ દાખલ કરતાં આરોપી પોતાના એડવોકેટ જયદીપ સોલંકી મારફતે હાજર થયા હતા અને કેસ પુરાવા માટે આવતા આરોપી તરફે એડવોકેટ જે.બી. જોશી એ ફરિયાદીની ઉલટ તપાસ કરી હતી. ઉલટ તપાસમાં મહત્વની હકીકત ખુલી હતી કે, ફરિયાદીને આપેલ ચેક ઐયુબખાન અહમદખાન પઠાણના નામનો હતો.

જેથી આરોપી ઐયુબખાન અહમદખાન પઠાણ ને નોટીસ આપવાને બદલે ઐયુબખાન હમીદખાન પઠાણને આપી છે.વધુમા ફરિયાદ એને સરતપાસની જુબાનીમાં પણ ઐયુબખાન હમીદખાન પઠાણનું નામ છે. તેવી હકીકત સ્પષ્ટ થઈ હતી. આરોપી તરફે એડવોકેટ જે.બી.જોશી દ્વારા દલીલો કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષે આરોપી ઐયુબખાન અહમદખાન પઠાણ અને ઐયુબખાન હમીદખાન પઠાણ બન્ને એક જ વ્યકિત છે, તેવો પણ કોઇ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી.

જેથી ચેક લખનાર અને નોટીસમાં જણાવેલ વ્યકિત અલગ અલગ હોવાથી નોટીસ બીજી ગયેલ હોવાનું પણ પુરવાર થયુ નથી. જે આધારે કાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર.જી.યાદવે એપેક્ષ કોર્ટના વિવિદધ ચુકાદા અનુસાર ફરિયાદીની ફરિયાદ રદ કરી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ આપેલ છે.