પાવાગઢ ડુંગર રેવાપથ ઉપર ભારે વરસાદને લઈ પગથિયા ઉપર ધસડાઈ પડેલ પથ્થર અને માટીને લઈ યાત્રાળુઓને મુશ્કેલી

પાવાગઢ યાત્રાધામ ખાતે યાત્રાધામ વિકાસ બોર્ડ અને યુવાધન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે પ્રવાસી દર્શનાર્થીઓની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગયા સપ્તાહ દરમિયાન પડેલ ભારે વરસાદને લઈ રેવાપથના પગથિયા ઉપર ડુંગરોના પથ્થરો અને માટી હાલ ચાલીને દર્શન કરવા જતાં દર્શનાર્થીઓ માટે જોખમી બન્યા છે. ત્યારે રેવાપથના પગથિયા પર પડેલ પથ્થર અને માટી હટાવવા માટે તંત્ર દ્વારા કામગીરી થાય તે જરૂરી છે.

પંચમહાલ જિલ્લામાં ગત સપ્તાહમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈ પાવાગઢ યાત્રાધામ ડુંગર ઉપર માંચીથી દુધિયા તળાવ સુધી યાત્રાળુઓ માટે રેવાપથ બનાવેલ છે. આ રેવાપથ ઉપર ભારે વરસાદને લઈ ડુંગરો ઉપરથી પથ્થર અને માટીના ધસરાઈને રેવાપથના પગથિયા ઉપર પડેલ છે. પથ્થર અને માટીના કાટમાળને લઈ પગથિયા ચઢીને દર્શન માટે જતાં યાત્રાળુઓ માટે જોખમી બન્યો છે.

હાલ રેવાપથના પગથિયા ઉપર પડેલ પથ્થરોને સ્થાનિક દુકાનદારો મહેનત કરીને હટાવવાના પ્રયાસો કરતા હોય છે. પરંતુ મોટા પ્રમાણમાં ડુંગર ઉપરથી પથ્થર અને માટી ધસડાઈ આવે હોય તે દુર કરવા માટે દુકાનદારો સક્ષમ નથી. બનેલ રેવાપથના પગથિયા પરના પથ્થર અને માટી દુર કરવામાં માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાય તે જરૂરી બન્યુ છે.