સંજેલી વોટરવર્કસની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ પ્રાંત અધિકારી દ્વારા દુર કરાવાયુ

સંજેલી-સંતરામપુર રોડ પર આવેલી વોટર વર્કસની જમીન પર બિલ્ડર દ્વારા ગેરકાયદેસર ભુંગળા નાંખી અને પ્લોટીંગ પાડવા માટે રસ્તો બનાવી દેતા સ્થાનિક સોસાયટીના રહિશો અને ગામના જાગૃત નાગરિક દ્વારા પંચાયત માઘ્યમ જ તાલુકા-જિલ્લા તેમજ ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ સતત ત્રણ-ચાર દિવસ પહેલા વરસાદે કૃષ્ણકુંજ સોસાયટીમાં કેડસમા પાણી ભરાઈ જતાં જળબંબાકર સર્જાયો હતો.

અને આખી સોસાયટી અને નજીકના ખેતરો બોટમાં ફેરવાયા હતા. જે વાત સરપંચને વારંવાર રજુઆત કરવા છતાં પણ તેઓ સ્થળ પર પહોંચી પાણીનો નિકાલ કરવા માટે તૈયાર નથી. અને જિલ્લા કલેકટરે સ્થળ મુલાકાત લીધી 15 દિવસમાં બાંધકામ તોડી પાડવા માટેનુ સોસાયટીના રહિશોને આશ્ર્વાસન આપતા ત્રણ દિવસ બાદ ઝાલોદ પ્રાંત અધિકારી તેમજ સંજેલી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી અને માપણી કરાવી ગેરકાયદેસર કરેલ બાંધકામ તોડી પાડતા નગરમાં અન્ય ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.