ગોધરા-અમદાવાદ હાઈવે રોડ નર્મદા કેનાલ પસાર કરી હારેડા પીકઅપ પાસેથી મોટરસાયકલ ચાલકને અજાણ્યા વાહન ચાલકે પોતાનુ પુરઝડપે હંકારી લાવી ચાલક અને પાછળ બેઠેલ બંનેને ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી ગુનો કર્યાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા-અમદાવાદ હાઈવે રોડ નર્મદા કેનાલ પાસે હારેડા પીકઅપ બસ સ્ટેન્ડ પાસેથી બાઈક નં.જીજે-17-સીજી-5841 લઈને નરેન્દ્રસિંહ વિક્રમસિંહ ચોૈહાણ(ઉ.વ.32, રહે.વિઝોલ, તા.ગોધરા)તેની ફોઈના ધરે ગોઠડા તેના પાડોશી વિપુલકુમાર નરવતસિંહ ચોૈહાણ સાથે નીકળ્યા હતા ત્યારે હારેડા પીકઅપ બસ સ્ટેન્ડ રોડ ઉ5રથી પસાર થતા અજાણ્યા વાહનચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી બાઈક સવારને અડફેટમાં લઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અકસ્માતમાં નરેન્દ્રસિંહ ચોૈહાણ અને વિપુલકુમાર ચોૈહાણનુ મોત નીપજાવી વાહન ચાલક નાસી છુટતા આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.