રાજ્યમાં ઑગસ્ટ મહિનામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યાં બાદ હવે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા આગામી ૭ સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મય-ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૯૯ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સોનગઢમાં ૮ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં ૬ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓલણ નદીના પાણી તાપીના પંચોલ ગામમાં ઘૂસ્યા હોવાથી ગામની આશ્રમ શાળામાં ફસાયેલા બાળકોનું દ્ગડ્ઢઇહ્લની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, નર્મદા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં સોનગઢમાં ૮ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાથી સોનગઢથી વ્યારાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે સોનગઢ સુરત હાઈવેમાં પાણી ભરાયા છે.
ડાંગના વઘઈમાં ૬ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતાં થયા હતા. બીજી તરફ ઉચ્છલમાં ૩.૧૮ ઇંચ, ડાંગ-આહવામાં ૩.૧૪ ઇંચ, ડોલવણમાં ૨ ઇંચ, લુણાવાડામાં ૨ ઇંચ, વાંસદામાં ૧.૮ ઇંચ વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વહેલી સવારથી સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે, તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વ્યારાના પેરવડ ગામે ધોધમાર વરસાદને પગલે ગામની નદીમાં જાણે ઘોડાપુર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દાહોદમાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. જેમાં માછણ નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.