અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય, પરંતુ સામાન્ય રીતે કોઇને કોઇ કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જો કે આ સ્ટારકિડ ફરી એકવાર ચર્ચામાં આવી છે. નવ્યા એની સ્ટડીને લઇને હાલમાં ચર્ચામાં છે. આમ, વાત કરવામાં આવે તો મોટાભાગનાં સ્ટારકિડ ફિલ્મી દુનિયામાં પગ મુકવા માટે તૈયાર હોય છે ત્યાં નવ્યા નંદાએ કંઇક એવું કરી બતાવ્યું જે વાતને લઇને ફેન્સ અભિનંદન પાઠવી રહ્યાં છે. અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદાએ ભારતની ટોપ ઇન્સ્ટીટ્યૂટમાં એડમિશન લઇ રહી છે, જ્યાં મેનેજમેન્ટનો અભ્યાસ કરશે.
નવ્યા નવેલી નંદાએ સોશિયલ મિડીયામાં એ વાતનો ખુલાસો કર્યો છે કે જ્યાં એને આઇઆઇએમ એન્ટ્રેસ એક્ઝામ ક્લિઅર કરી લીધી અને હવે એ દેશની ટોપ ઇન્સ્ટીટ્યુટમાં એડમિશન લઇ રહી છે. આ ઇન્સ્ટીટ્યુટમાંથી નવ્યા બિઝનેસવુમન બનવા માટે આગળ વધશે. આઇઆઇએમ ક્લિઅર કર્યા પછી નવ્યા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં એડમિશન લઇ રહી છે. આ ઇન્સ્ટીટ્યુટમાં એડમિશનને લઇને નવ્યાનું સપનું સાકાર થઇ ગયું છે. જો કે નવ્યાની આ સફળતા માટે લોકો ખૂબ વખાણ કરી રહ્યાં છે. આ સાથે નવ્યાને અભિનંદન પાઠવી રહ્યાં છે.
અનેક સોશિયલ મિડીયા યુઝર અમિતાભ બચ્ચનની પૌત્રીનાં એ માટે વખાણ કરી રહ્યાં છે કે બીજા સ્ટારકિડ્સની તુલનામાં વિદેશમાં નહીં પરંતુ દેશમાં રહીને મેનેજમેન્ટનું ભણતર કરશે. જો કે સ્ટારકિડ સ્કૂલ પછી આગળની સ્ટડી માટે વિદેશ જતાં રહે છે, જ્યારે આ માટે નવ્યાએ દેશમાં રહીને સ્ટડી કરવાનો નિર્ણય લીધો છે. આઇઆઇએમ અમદાવાદ દેશનાં ટોપ એમબીએ ઇન્સ્ટીટ્યૂટમાંથી એક છે. જો કે આ એડમિશન માટે નવ્યા એકદમ ખુશ છે.
નવ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં એ આઇઆઇએમ અમદાવાદનાં કેમ્પસની બહાર પોઝ આપતી જોવા મળી રહી છે. સ્ટારકિડનાં ફેસ પર આ વાતને લઇને ખુશી જોવા મળી રહી છે. આઇએમએમ અમદાવાદમાં એડમિશન મળવું સરળ હોતું નથી. નવ્યા હવે અમદાવાદ આઇએમએમમાં ૨ વર્ષનો બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ કરશે.