આતંકવાદીઓનું નામ હતું ’ભોલા’ અને ’શંકર’! વિવાદમાં ઘેરાયેલ ’ધ કંદહાર હાઇજેક’, બહિષ્કારની માંગ

ધ કંદહાર હાઈજેકને લઈને સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ કરવામાં આવી રહી છે. અનુભવ સિન્હા દ્વારા દિગ્દશત આ સિરીઝ ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ ૮૧૪ના હાઈજેક પર આધારિત છે. જે તાજેતરમાં નેટફલિકસ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ શ્રેણીમાં વિજય વર્મા, નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, દિયા મિર્ઝા અને અરવિંદ સ્વામી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત સિરીઝને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઈ ગયો છે.

આ વિવાદનું કારણ શ્રેણીમાં અપહરણ કરનારાઓના નામ છે, જેને લઈને આ સમગ્ર વિવાદ ઊભો થયો છે. આ શ્રેણી ૨૪ ડિસેમ્બર ૧૯૯૯ના કંદહાર હાઈજેક પર આધારિત છે, જેમાં ઈન્ડિયન એરલાઈન્સની લાઈટ આઇસી ૮૧૪ના હાઈજેકની વાર્તા બતાવવામાં આવી છે.

૨૪ ડિસેમ્બર ૧૯૯૯ ના રોજ, ભારતીય એરલાઇન્સ આઇસી ૮૧૪, કાઠમંડુ, નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન ભરી હતી, જેને પાંચ આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરવામાં આવી હતી, જેને હાઇજેર્ક્સ દ્વારા અફઘાનિસ્તાનના કંદહારમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. આ શ્રેણીમાં અપહરણર્ક્તાઓને ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર જેવા નામોથી ઓળખવામાં આવે છે, જેણે સોશિયલ મીડિયા પર વિવાદને વેગ આપ્યો છે.

વાસ્તવમાં, પ્લેન હાઇજેક કરનાર આતંકવાદી સંગઠન હરક્ત-ઉલ-મુજાહિદ્દીનના આતંકવાદીઓના નામ ઇબ્રાહિમ અથર, શાહિદ અખ્તર સઇદ, સની, અહેમદ કાઝી, ઝહૂર મિી અને શાકિર હતા. આ આતંકવાદીઓએ ભારતમાં જેલમાં બંધ પાકિસ્તાની આતંકવાદીઓ – અહેમદ ઉમર સઈદ શેખ, મસૂદ અઝહર અને મુશ્તાક અહમદ ઝરગરની મુક્તિની માંગ કરવા માટે લાઇટ હાઇજેક કરી હતી. જો કે, સીરિઝના સ્ટ્રીમિંગ પછી, સોશિયલ મીડિયા પર એક વિવાદ છેડાઈ ગયો છે.

પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇના ગુનાઓ છુપાવવા અને ક્રૂર આતંકવાદીઓનું માનવીકરણ કરવા બદલ નિર્માતાઓને સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા યુઝર્સે આરોપ લગાવ્યો છે કે મેર્ક્સે જાણીજોઈને કિડનેપર્સનો ધર્મ બદલ્યો છે.એક ઈન્ટરનેટ યુઝરે લખ્યું છે કે આ સિનેમેટિક વ્હાઇટવોશિંગ છે.’ બીજાએ લખ્યું,આઇસી ૮૧૪ના હાઇજેર્ક્સ ઘાતક, ક્રૂર હતા પરંતુ નેટફલિકસ સીરિઝમાં તેમને માનવ તરીકે બતાવવાનો પ્રયાસ પણ યોગ્ય નથી.’

ત્રીજાએ લખ્યું, મેં પણ આ જોયું અને ખૂબ જ આશ્ર્ચર્ય થયું. આ કરવું સારી બાબત નથી. મને આશ્ર્ચર્ય થાય છે કે નેટફલિકસ ટીમ આટલી બેદરકાર કેવી રીતે રહી શકે, આ કેવી રીતે થવા દેવામાં આવ્યું. જો કે, જાન્યુઆરી ૨૦૦૦ના વિદેશ મંત્રાલયના અહેવાલ મુજબ, ચીફ, ડોક્ટર, બર્ગર, ભોલા અને શંકર આ આતંકવાદીઓના કોડ નેમ હતા. આ એવા નામ હતા જેનાથી હાઇજેર્ક્સ હંમેશા એકબીજાને સંબોધતા હતા. આ ઉપરાંત, લેખક-ગીતકાર નિલેશ મિશ્રા, જેમણે ’૧૭૩ અવર્સ ઇન કેપ્ટિવિટી: ધ હાઇજેકિંગ ઓફ આઇસી ૮૧૪’ પુસ્તક લખ્યું છે, એકસ પર સ્પષ્ટતા કરી કે – શંકર, ભોલા, બર્ગર, ડૉક્ટર અપહરણ કરનારાઓના ખોટા નામ હતા. જે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે રાખી હતી.