સુરતના ખરાબ રસ્તાઓનું તાકીદે સમારકામ કરાય: કુમાર કાનાણી

શહેરના રસ્તાઓની હાલત અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતીય જનતા પાર્ટીના વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી ઉર્ફે કુમાર કાનાણીએ શહેરના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખીને તેમની માંગણીઓ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

“ખાડાઓના શાસનથી પીડાતા લોકોને મુક્ત કરવા” શીર્ષકવાળા પત્રમાં કાનાણીએ લખ્યું, “આ ચોમાસામાં વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને લોકો વેદના સહન કરી શક્તા નથી તેવી સ્થિતિ છે. સુરતમાં આમ પણ ખાડાઓનું રાજ હોય તેવી સ્થિતિ છે. રસ્તા એટલા બિસ્માર બની ગયા છે કે તેના પર વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. તેના કારણેશહેરના રસ્તાઓ પર ખાડાઓનું રાજ છે અને તે અસહ્ય છે.” “તાજેતરમાં, ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા છે અને લોકોએ તેને અનુસરવાનું શરૂ કર્યું છે. સિગ્નલ ખુલે તે ૬૦ સેકન્ડમાં લોકો ખાડાઓને કારણે જંકશન પાર કરી શક્તા નથી. માત્ર થોડા વાહનો જ ક્રોસ કરી શકે છે (ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકને કારણે). વિશાળ ટ્રાફિક જામ સર્જાય છે અને ટ્રાફિક સિગ્નલને અર્થહીન કરી દે છે,” એમ કાનાણીએ લખ્યું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “લોકો પરિસ્થિતિથી કંટાળી ગયા છે, પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર બેભાન અથવા ઊંઘી રહ્યું છે. આ દુ:ખદ છે અને મારી માંગ છે કે રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે.”