ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામથી મેરપ સરસાવને જોડતા માર્ગના કોઝ-વે ઉપર પાણી ફરી વળતા આંતરીક રસ્તો બંધ થયો

પંચમહાલ જીલ્લામાં આજરોજ વહેલી સવાર ચાર દિવસના વિરામબાદ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને સાર્વત્રિક વરસાદ પડયો હતો. ત્યારે ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામથી મેરપ સરસવાને જોડતા સુકવેલ નદી પરનો કોઝ-વે ઉપર નદીના ધસમસતા પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ ખેડુતો પાાણી ઓસરવાની રાહ જોતાં બેસી રહ્યા હતા.

પંચમહાલ જીલ્લામાં વહેલી સવારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોતજોતામાં ચાર દિવસના વિરામ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સવારે પડેલ વરસાદને લઈ પાણી પાણી થઈ ગયું હતું. ત્યારે ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામથી મેરણ સરસવાને જોડતા સુકવેલ નદી પરના કોઝ-વે ઉપર વહેલી સવારે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈ પાણી ફરી વળ્યા હતા. વહેલી સવારે સીમમાં ધાસચારો લેવા ગયેલ ખેડુતોને કોઝ-વે ઉપર નદીના ધસમસતા પાણીનો પ્રવાહ પસાર થતો હોય જેને લઈ ખેડુતોને પાણી ઓસરવાની રાહ જોઇ નદીની સામેની તરફ રાહ જોઈ બેસી રહેવાનો વારો આવ્યો હતો. વિદ્યાર્થીઓ પણ કોઝ-વે ઉ5ર પાણી ફરી ળવતા અટવાયા હતા.