ઘોઘંબાના વૈજનાથ મહાદેવ મંદિરમાં શિવભક્તો દ્વારા હર હર ભોલે નાદ સાથે શ્રાવણ માસના છેલ્લા સોમવારની ઉજવણી

  • ભગવાન શિવની ઉપાસના અને આરાધનાનું મહાપર્વ એટલે શ્રાવણ માસ.

ઘોઘંબા નજીકથી પસાર થતી કરાડ નદીની બાજુમાં આવેલું આ શિવાલય, કલાત્મક અને અષ્ટકોણ બાંધણીને લઈને દ્વાદશ શિવલિંગ અને ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ઘોઘંબામાં વૈજનાથ મહાદેવ મંદિરનું નિર્માણ રાવળના સમયમાં થયેલ છે. પાવાગઢના વનવિસ્તારમાં સાધના માટે બિરાજેલ વિશ્વામિત્ર ઋષિના મહત્વમાં જે શિવાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંદિરનું મહત્વ જાણવા મળ્યું છે કે, પુરાતન કાળમાં એક ભરવાડની ગાય આ સ્થળે પોતાના આંચળમાંથી દૂધ વહેવડાવી અભિષેક કરતી હતી.

પરિણામે આ સ્થળે શિવ અને શક્તિનું પ્રાગટય થયું.પતઇ રાવળના જમાનામાં નિર્માણાધીન મહાદેવની બાંધણીમાં ઘુમ્મટ ઉપરાંત ગણેશજી અને હનુમાનજીની મૂર્તિ સ્થાપવામાં આવી છે. શિવલિંગ હિમાલયમાં બિરાજમાન કેદારેશ્ર્વર આકારનું છે તેમાં ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય છે.

વૈજનાથ નામ પાછળ એક ઘટના છે. ચાપાનેરમાં એક વૈધને કોડ નીકળ્યા. તેમણે માતાજીને પ્રગટ કર્યા બાદ માતાજીએ આદેશ આપ્યો કે ઘોઘંબાના શિવાલયમાં જાઓ અને તેમને પ્રસન્ન કરો.તમારા કોડ મટી જશે અને વૈદ્ય દ્વારા પૂજા અર્ચના બાદ કોડ નીકળી ગયા. ત્યારથી આ શિવાલય વૈજનાથ પ્રખ્યાત થયુ.

આ સાથે શ્રાવણ માસની ઉજવણીના મહાપર્વનુ ખૂબ જ મહત્વ વર્ણવાયું છે. આજે વૈજનાથ મહાદેવ મંદિરે ભક્તજનો માટે મહાપ્રસાદનું પણ દાતાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી પરંપરા મુજબ ઘી માંથી કમળ બનાવવામા આવેલ છે. પૌરાણિક ગણાતા આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તજનોએ આજે બિલિપત્ર અને પૂજા અર્ચના કરીને મહાદેવને રાજી કર્યા હતા.

હિન્દુ ભક્તોમાં ખૂબ જ આસ્થા અને ઉત્સાહ સાથે શિવજીની આરાધના અને ઉપાસના કરવામાં આવે છે. સમગ્ર હિન્દુ સમાજ શિવાલયોમાં જઈને ખાસ પૂજા-અર્ચનામાં ભાગ લે છે. આ માસમાં ભગવાન શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ હોવાની પણ એક માન્યતા ગણાય છે. ભગવાન શિવની સમક્ષ બેઠા-બેઠા શાંત ચિત્તે શિવ મહિમા, સ્ત્રોત, શિવ સ્તુતિ, મહામૃત્યુંજય જાપ કરવામાં આવે તો ઉત્તમ ફળ પ્રાપ્તિ પણ થાય છે. આ ઉપરાંત હિન્દુ ધર્મમાં પવિત્ર મનાતો ઓમ નમ: શિવાય મંત્રનો જાપ પણ કરવામાં આવે તો ભગવાન શિવના પવિત્ર આશીર્વાદ મેળવવાના હકદાર બની શકાય છે.

પવિત્ર શ્રાવણ માસમા ભગવાન શિવને તલ, જવ, કમળ, બીલીપત્ર બીજોરૂ લીંબુ ખીર તલ લોટ, દાડમ, કપૂર, અડદ, મગ, શંખપુષ્પ અને બીલીપત્રનો ચઢાવો ચઢાવવામાં આવે છે.

આ શ્રાવણ માસમા લોકો ઉપવાસ પણ કરતા હોય છે. શિવની કૃપાથી દુ:ખ દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. આમ, ઘોઘંબાના વૈજનાથ મહાદેવ મંદિરનો મહિમા ખૂબ જ પ્રચલિત છે.