ધારાસભ્ય, ગોધરા દ્વારા વાવડીખૂર્દ ગામની વીજ સમસ્યાનું કાયમી નિરાકરણ કરાયું

ગોધરા વિધાનસભા વિસ્તારમાંના વાવડી ખુર્દ ગામે છેલ્લા ઘણા વર્ષોથી નીયમીત વીજળી ની સમસ્યા હતી. અને અવાર નવાર ગ્રામજનો દ્વારા વીજ કંપનીને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતા તેઓની વીજળીની સમસ્યાઓનો કોઈ નિકલ થયેલ ન હતો. ગામમાં લો વોલટેજને કારણે વીજ ઉપકરણો ને નુકશાન થતું હતું. ખેતીમાં સિંચાઇ પાણીના સમયે મોટરો ચાલતી ન હતી. ગ્રામજનોને જેના કારણે રાતે ખતેરોમાં જીવના જોખમે પાણી આપવાનો વારો આવતો. દિવસે પણ સતત લાઈટ બંધ રહેતી હતી.

ગોધરા તાલુકા મહામંત્રી રામભાઈ ગઢવી તથા સ્થાનિક ગ્રામજનોએ ગોધરાના ધારાસભ્યને ગામની વીજ સમસ્યાઓનો નિરાકરણ કરવા વિનંતી કરેલ.

વાવડી ખુર્દ ગામે ગોધરા થી લાઈન જતી હતી અને વારંવાર વીજ સપ્લાયમાં અવરોધ આવતો હતો. ધારાસભ્ય ગોધરા દ્વારા અધિક્ષક ઇજનેરને ભલામણ કરી કાકનપુર સબ ડિવિઝન ની લાઈન માંથી વાવડી ખુર્દ ગામને લાઈટ આપવા માટે કાર્યવાહી કરવા જણાવેલ અને તેઓની સૂચના મુજબ એમ જી વી સી એલ દ્વારા કાર્યવાહી કરતા વાવડી ખુર્દ ગામની વર્ષો જૂની વીજળીની સમસ્યાઓનું કાયમી નિરાકરણ થયેલ હતું.

ગોધરા ધારાસભ્ય દ્વારા વાવડી ખુર્દ ગામની વર્ષો જૂની સમસ્યાનું ત્વરિત નિકલ કરી આપવા બદલ ગોધરા તાલુકા ભાજપ મહામંત્રી રામભાઈ ગઢવી તથા ગામના વડીલોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરેલ.