પંચમહાલમાં શ્રાવણના અંતિમ સોમવારે શહેરાના મરડેશ્વર મહાદેવ મંદીર ખાતે શિવ ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી આવ્યા હતા: બમ…બમ… ભોલેના નાંદ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

પંચમહાલ જીલ્લામાં શ્રાવણ માસમાં બાબા ભોલેના ભક્તો ભક્તિમાં લીન થઈ ગયા હતા. શ્રાવણના અંતિમ સોમવારે શહેરાના મરડેશ્વર મહાદેવ મંદિરે ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. ભાવિક ભક્તોએ મંદિરમાં દેવાધિદેવ મરડેશ્વર મહાદેવના આઠ ફૂટ ઊઁચાઈ અને 8 ફૂટ પહોળાઈ ધરાવતા શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી હર …હર.. મહાદેવના નાંદ થી શિવાલય નુ પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું. જીલ્લા સહિત અમદાવાદ, વડોદરા તેમજ રાજ્યભર માંથી મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ મરડેશ્ર્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્ય થયા હતા. મંદિર ખાતે ભક્તોનો પ્રવાહ વધુ રહેતો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સ્થળ પર જોવાઇ રહયો હતો. વરસાદી માહોલ વચ્ચે શ્રાવણ માસ પૂર્ણ થયો હતો.