ટોક્યોમાં સામાન્ય માનવીની જેમ ચીનના અબજોપતિ જેક મા જીવતા જોવા મળ્યા

જેક માએ વર્ષ ૨૦૨૦માં ચીનની નીતિઓની ટીકા કરી હતી. ત્યારથી તેઓ મોટાભાગે ગુમ રહેતા હતા.

ટોકયો,

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારી ફેલાવનાર ચીન સંબધિત સમાચાર સામે આવી રહ્યાં છે. ચીનના અબજોપતિ અને ઈ કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક જેક મા છેલ્લા કેટલાક સમયથી જાપાનમાં પોતાનુ જીવન વિતાવી રહ્યાં છે. તાજેતરમાં જેક મા જાપાનના ટોક્યોમાં જોવા મળ્યા છે. ચીનના અબજોપતિ જેક મા ૨૦૨૦થી સામાન્ય માનવીની જેમ જીવન વ્યતિત કરી રહ્યાં હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર જેક મા પોતાના પરિવારજનો સાથે જાપાનની રાજધાની ટોક્યોમાં રહે છે. તાજેતરમાં જ જેક મા ટોક્યો શહેરની બહાર ગ્રામ્ય વિસ્તારોમાં સ્કી રિસોર્ટમાં જોવા મળ્યા હતા. તેમણે તાજેતરના મહિનાઓમાં યુએસ અને ઈઝરાયેલની મુલાકાત પણ લીધી છે

જેક માએ વર્ષ ૨૦૨૦માં ચીનની નીતિઓની ટીકા કરી હતી. ત્યારથી તેઓ મોટાભાગે ગુમ રહેતા હતો. તેઓ ભાગ્યે જ જાહેરમાં જોવા મળતા હતા. તેમણે ચીનની સરકારી બેંકો પર મોટો આક્ષેપ લગાવ્યો હતો. જેક માએ કહ્યું હતું કે અહીંની સરકારી બેંકની માનસિક્તા વ્યાજખોરો જેવી છે. સરકારી બેંક સામે કરેલા આક્ષેપ બાદ, જેક માની કંપનીઓ એન્ટ અને અલીબાબાને ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જિનપિંગ સરકારે ગયા વર્ષે છદ્ગ્ કંપનીના ૩૭ બિલિયનના આઇપીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની સાથોસાથ અલીબાબા કંપની ઉપર ૨.૮ બિલિયન ડોલરનો આકરો દંડ પણ ફટકારવામા આવ્યો હતો.

અહેવાલ મુજબ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ વર્ષે ચીનમાં શૂન્ય કોવિડ નીતિ લાગુ કરી, ત્યારે ફરી એકવાર જેક માના ગુમ થવાના સમાચાર સામે આવ્યા હતા. શૂન્ય કોવિડ નીતિને કારણે, એપ્રિલ અને મે મહિનામાં શાંઘાઈ અને યાંગ્ત્ઝે નદીના ડેલ્ટાની આસપાસ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા લોકડાઉન લાદવાના વિરોધમાં આ સ્થળોએ ભારે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

જેક માનું શાંઘાઈના હાંગઝોઉમાં એક આલિશાન ઘર છે અને અહીં જ ઈ કોમર્સ કંપની અલીબાબાનું હેડ ક્વાર્ટર પણ આવેલું છે. ચીનના સરકારી અધિકારીઓ સાથે તણાવ વયા બાદ જેક મા સ્પેન, નેધરલેન્ડ સહિત ઘણા દેશોમાં જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જેક મા તેમના અંગત રસોઇયા અને સુરક્ષા વ્યવસ્થાને પોતાની સાથે ટોક્યોમાં પણ લાવ્યા છે. આ સાથે, તેઓ ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે.

ચીનની સરકાર સાથે વિવાદમાં ઉતર્યા પહેલા જેક માએ વર્ષ ૨૦૧૫માં ભારતની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન જેક માએ ભારતમાં પોતાના બિઝનેસ પાર્ટનર પણ બનાવ્યા હતા. જણાવી દઈએ કે જેક માનો જન્મ ખૂબ જ ખુબ જ સામાન્ય પરિવારમાં થયો હતો. જેક મા ચીનના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાંના એક ગણાઈ રહ્યાં છે. આ પછી તે ચીનના સૌથી અમીર વ્યક્તિમાંથી એક બની ગયા. વર્ષ ૨૦૧૯ માં, તેણે અચાનક અલીબાબાના ચેરમેન પદ પરથી નિવૃત્તિની જાહેરાત કરી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે તેઓ વર્ક ટેબલ પર કામ કરતા બીચ ઉપર મરવાનું વધુ પસંદ કરશે.