જયપુર થી બાંદ્રા જતી પરણીતા બીજી ટ્રેનમાં બેસી દાહોદ આવી પહોંચતા રાજકીય રેલ્વે પોલીસે પરણિતાને પરિવારને સોંપી સોંપવામાં આવી

ગતરોજ રવિવારના રોજ મહારાષ્ટ્ર બાંદ્રા ખાતે રહેતી પરણીતા બાંદ્રા થી જયપુર ફરવા ગઈ હતી. ત્યારે પરણીતા અજાણ્યા ઈસમોના ફોન પરથી પરણીતા એના પતી ચંદન થી વાતચિત્ત કરી કે હું પાછી ટ્રેનમાં બેસી જયપુર થી બાંદ્રા આવી રહી છું, ત્યારે તે વખતે જયપુર રેલ્વે સ્ટેશન પર એલાઉન્સ થયું. ત્યારે ઈસમ પરણિતા પાસે આવી અને મામાચંદ લખેરા ખેલમંત્રી લખેરા સમાજ જયપુર રાજસ્થાનની ઓળખ બતાવી અને એના પતી ચંદનના જાતિના સમાજના અગ્રણી હોવાનું કહી પરણીતાને જયપુર થી બાંદ્રાની ટિકિટ આપી પરણીતાને ચા નાસ્તો કરાવી ટ્રેનના આગળના જનરલ ડબ્બામાં જગ્યા કરી બેસાડી તે ઈસમ ત્યાંથી જતો રહ્યો હતો.

ત્યાર બાદ પરણીતાએ ટ્રેનમાં મુંસાફરી કરતા મુસાફરી કરતા મુંસાફરો પાસેના મોબાઈલ લઈ પરણીતાએ એના પતી ચંદનથી વાત ચિત્ત કરી અને જણાવ્યું કે હું કોઈ બીજી ટ્રેનમા બેસી ગઈ છું. ત્યારે ટ્રેન દાહોદ રેલ્વે સ્ટેશન પર આવતા પરણીતા દાહોદ રેલ્વે સ્ટેશન પર ઉતરી દાહોદના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર બેસી હતી. ત્યારે દાહોદ રેલ્વે સ્ટેશન પર ફરજ પર હાજર મહિલા પોલીસની નજર પ્લેટફોર્મ પર બેસી રહેલ યુવતીને જોતા શંકા જતા યુવતીથી પૂછ પરછ કરતા તે જયપુર થી બાંદ્રા જઈ રહેજે હતી અને ભૂલથી બીજી ટ્રેનમાં બેસી દાહોદ આવી પહોચતા પરણીતાએ જણાતા મહિલા પોલીસે પરણીતાને રાજકીય રેલ્વે પોલીસ મથકે લાવી પરણીતાના પરિવારનો સંપર્ક કરી પરિવારને બોલાવી કાયદેસરની કાર્યવાહી કરી પરણીતાને મહારાષ્ટ્રના બાંદ્રાથી આવેલ તેના પતી અને સાસુને સોપવામાં આવી હતી.