દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકામાં તારીખ 21 થી 28 ઓગસ્ટ દરમિયાન થયેલ ભારે વરસાદના કારણે ગરબાડા તાલુકાનાં મોટાભાગના ખેડૂતો નેમકાઇ,તુવેર,અડદ જેવા પાકનું ભારે નુકશાન થવા પામેલ છે.
આ વિસ્તારમાં ખેડૂતો પાસે ઓછી જમીન હોઈ પાક નુકશાનીના કારણે વર્ષ દરમિયાન ભોજન પૂરતું પણ અનાજ મળી રહે તેમ નથી. જેને લઈને તાલુકાનાં દરેક ગામમાં આ બાબતનો સર્વે કરાવડાવી તમામ ખેડૂતોને થયેલ પાક નુકશાનનું વળતર ચૂકવવામાં આવે તે માટે ભીલ સમાજ પંચ ગરબાડા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.