દે.બારીઆના બૈણા ગામે પાનમ નદીમાં ન્હાવા પડેલ 23 વર્ષીય યુવકનુંં ડુબી જતાં મોત

દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામેથી પસાર થતી પાનમ નદીમાં ન્હાવા પડેલ એક 23 વર્ષિય યુવકનું નદીના પાણીમાં ડુબી જવાને કારણે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.01 સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆના બૈણા ગામે જુના ફળિયા વિસ્તારમાં રહેતાં 23 વર્ષિય સંજયભાઈ ગણપતભાઈ ભુરીયા ગામમાંથી પસાર થતી પાનમ નદીમાં ન્હાવા પડ્યાં હતા. ત્યારે અકસ્માતે નદીના પાણીના વહેણમાં સંજયભાઈ ડુબી જતાં તેઓનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર પરિવારજનો તેમજ ગ્રામજનો ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક સંજયભાઈના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે મોકલી આપ્યાં હતાં. આ સંબંધે ગણપતભાઈ મોહનભાઈ ભુરીયાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.