જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નડિયાદ દ્વારા જીલ્લાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાશે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ખેડા (નડીઆદ) દ્વારા સંચાલિત જીલ્લાકક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન થનાર છે. આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ કુલ 03 સ્પર્ધાઓનું આયોજન થશે.

રાસ સ્પર્ધા માટે 14 થી 40 વર્ષની વયજુથમાં આવતાં સ્પર્ધક ભાગ લઈ શકશે, જ્યારે પ્રાચીન તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં 14 થી 35 વર્ષની વયજુથમાં આવતા સ્પર્ધક ભાગ લઈ શકશે. ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મરીડા ભાગોળ, નડીઆદ ખાતેથી નિયત નમુનાનું ફોર્મ મેળવી તા.12/09/2024 સુધીમાં ફોર્મ પરત મોકલી આપવાનું રહેશે. તેમ જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ખેડા-નડીઆદની યાદીમાં જણાવવામાં આવે છે.