મહીસાગર,
અવસર લોકશાહીનો અભિયાન તેમજ મતદાન જાગૃત્તિની સ્વીપ એક્ટીવીટી અંતર્ગત રાજ્યભરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. મહીસાગર જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે સ્વીપ એક્ટીવીટી અંતર્ગત કડાણા તાલુકાના ક્ધયા નિવાસી શાળા લીંભોલા ખાતે સ્વીપ એક્ટીવીટી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે મતદાર જાગૃતિ અંતર્ગત ચિત્ર સ્પર્ધા કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય માર્ગદર્શન તેમજ શાળા પરિવારના તમામ શિક્ષકોના સહયોગથી વિદ્યાર્થીઓને ચૂંટણીલક્ષી તમામ બાબતોથી પરિચિત કરાવવાના હેતુ સાથે ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી.
શાળા પરિવાર દ્વારા “ચિત્ર સ્પર્ધા ” મતદાન જાગૃતતા સંદર્ભે બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેમાં બાળકો તો જાગૃત થશે જ સાથે સાથે પોતાના વાલીઓને પણ મતદાનના મહત્વ વિશે સમજાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકશાહીના આ પર્વમાં પ્રત્યેક નાગરિકનો મત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જે અંગે શિક્ષકો દ્વારા બાળકોને ચૂંટણીલક્ષી સમજ પુરી પાડી ખુબ જ સરાહનીય કામગીરી કરાઇ હતી.