પશ્ર્ચિમ બંગાળની આરજી કાર મેડિકલ કોલેજમાં ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો હજુ શમ્યો નથી, ત્યારે ઉત્તર ૨૪ પરગણામાં એક સગીર સાથે છેડતીની ઘટનાએ તણાવ પેદા કર્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ગુસ્સે ભરાયેલા ટોળાએ કથિત આરોપીના ઘર અને તેના સંબંધીની દુકાન પર હુમલો કર્યો. સ્થિતિને જોતા રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે. બીરભૂમ જિલ્લામાં પણ એક હોસ્પિટલમાં નર્સની છેડતીની ઘટના સામે આવી છે.
સમાચાર અનુસાર, ઉત્તર ૨૪ પરગણાના રાજબારી વિસ્તારમાં એક વ્યક્તિએ ૯ વર્ષની બાળકીનું યૌન શોષણ કર્યું. લોકોને આ વાતની જાણ થતાં જ તેઓએ વિરોધ શરૂ કર્યો. આ ઘટના પર લોકોનો ગુસ્સો ત્યારે ભડકી ગયો જ્યારે સ્થાનિક ટીએમસી નેતાએ પીડિત પરિવારને મામલો થાળે પાડવા કહ્યું. ગુસ્સે ભરાયેલા લોકોએ ્સ્ઝ્ર નેતાના ઘર પર હુમલો કર્યો. આ પછી ઇછહ્લએ સ્થિતિને કાબૂમાં લેવા બળનો ઉપયોગ કર્યો. આ દરમિયાન ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા.
પીડિતાના પિતાનું કહેવું છે કે આરોપી તેમના ગામનો રહેવાસી છે. હું કલ્પના પણ કરી શક્તો નથી કે તે આવું કરી શકે છે. મારી દીકરી નવ વર્ષની છે અને તે ઘરેથી મારી દુકાને આવી હતી. તે દરમિયાન આરોપીએ તેની સાથે જાતીય સતામણી કરી હતી. મારી માંગ છે કે તેને સખતમાં સખત સજા થવી જોઈએ. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
અન્ય એક ઘટનામાં, બીરભૂમ જિલ્લાના ઇલામબજાર વિસ્તારમાં સ્થિત એક હોસ્પિટલમાં નર્સની છેડતીની ઘટના સામે આવી છે. નર્સે આરોપ લગાવ્યો છે કે જ્યારે તે તેની દિનચર્યાના ભાગરૂપે દર્દીઓની તપાસ કરી રહી હતી ત્યારે એક દર્દીએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. જ્યારે નર્સે આનો વિરોધ કર્યો તો આરોપી દર્દીએ નર્સ સાથે દુર્વ્યવહાર કર્યો. નર્સની ફરિયાદ બાદ પોલીસે આરોપી દર્દીની ધરપકડ કરી લીધી છે.